હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી  કરાઈ છે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. 


બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે રાજસ્થાનના વારો?
હવે વાવાઝોડાનુ ચિત્ર બદલાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હવે વાવાઝોડું ગુજરાત બાદ રાજસ્થાન પર ત્રાટકશે. મહાઆફત બિપોરજોયે ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર અસર પડશે. ત્યારે હવામાન વિભાગે તેની લેટેસ્ટ માહિતી આપી છે. 



ચક્રવાતી બિપોરજોય વાવાઝોડાની તાકાત લગભગ શુક્રવાર સાંજ સુધી નબળી પડી જશે. આજે સાંજે અથવા આવતીકાલે સવારે સુધી તોફાન ધીમે ધીમે નબળુ પડવા લાગશે. પરંતુ હજી બે દિવસ તેની અસર રહેશે. હકીકતમાં લેન્ડફોલની પ્રક્રિયા બાદ ચક્રવાતોને પોતાની સ્થિતિ યથાવત રાખવા માટે પૂરતુ નરમાશ મળતુ નથી. આવામાં તેઓ પોતાની તાકાત જલ્દી ગુમાવી દે છે. હવામાન વિભાગના ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પવનની ગતિ ધીરે ધીરે ઓછી થઈ જશે અને શુક્રવારે સાંજ સુધી લગભગ સામાન્ય થઈ જશે.