નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે અને તેની પહેલા એક્ઝિટ પોલનું પરિણામ સામે આવી ગયું છે. ગુજરાતમાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી શકે છે. અત્યાર સુધી સામે આવેલા તમામ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં જોરદાર વાપસી કરી રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર
આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે દરેક એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. દરેક એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. તો કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી સીટની દ્રષ્ટિએ મોટી સફળતા મળવાની નથી. 


શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
ટાઈમ્સ નાઉ-ઈટીજી

ભાજપ- 131
કોંગ્રેસ- 41
આપ- 6
અન્ય- 4


જનકી બાત
ભાજપ- 129
કોંગ્રેસ- 43
આપ- 8
અન્ય- 2


ટીવી-9
ભાજપ- 128
કોંગ્રેસ-45
આપ-4
અન્ય-5


પી-માર્ક
ભાજપ- 138
કોંગ્રેસ- 36
આપ- 6
અન્ય- 2

ZEE
ભાજપ- 110-125
કોંગ્રેસ- 45-60
આપ-0-5


સી-વોટર
ભાજપ- 128-140
કોંગ્રેસ- 31-43
આપ- 3-11
અન્ય- 2-6


ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા
ભાજપઃ 131-151
કોંગ્રેસઃ 16-30
આપઃ 9-21
અન્યઃ 2-6


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube