જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાત ચૂંટણીને લીધે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા છે. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને રાષ્ટ્રપતિ ચૂંટણી સંદર્ભે ભાજપ સામે નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતની ચૂંટણી આવતી હતી, એટલે એ ગભરાયેલા હતા કે ગુજરાતમાં ફરી સરકાર નથી બની રહી, મારૂ એવું માનવું છે કે ચૂંટણી ન જીતી શકવાના ડરને લીધે જ જાતિગત સમીકરણો ફીટ બેસાડવા માટે રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવાયા અને છેવટે અડવાણી રહી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અશોક ગેહલોતે બંધારણીય પદનું અપમાન કર્યું છે. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે, બંધારણીય પદની ગરીમાનું અપમાન કરવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે. કોંગ્રેસની માનસિકતા દલિત વિરોધી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પહેલા સેનાના રાજકીયકરણને લઇને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે નિશાન સાધતાં મંગળવારે કહ્યું હતું કે, રાજગ સરકારમાં અનુભવની ઉણપ છે. જેને પગલે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહીને વધારી ચઢાવીને પ્રચાર કરાઇ રહ્યો છે. 


જોધપુરના બાવડી વિસ્તારમાં જનસભાને સંબોધન કરતાં ગેહલોતે કહ્યું કે, રાજગ સરકારમાં અનુભવની ઉણપ છે. સરકારે સર્જિકલ સ્ટ્રાઇકને જાણે પોતાની સિધ્ધિ ગણાવી છે કે જાણે ઇતિહાસમાં અગાઉ આવી કાર્યવાહી જ ન થઇ હોય અને આ પ્રથમ વખત થયું હોય. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા પરંતુ એમણે આ વાતનો ક્યારેય દાવો કર્યો નથી કે આ એમની સિધ્ધિ છે, જોકે એમણે આનો શ્રેય સેનાને આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક ઘટના હતી જેમાં પાકિસ્તાનના હજારો સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે પોતાની સરકારના વખાણ કર્યા ન હતા પરંતુ આનો શ્રેય સેનાને આપ્યો હતો. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર માટે ક્લિક કરો