મુંબઇ: મુંબઇમાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ XE નો હવે બીજો કેસ સામે આવ્યો છે. બૃહન્મુંબઈ નગર નિગમે પુષ્ટી કરતા કહ્યું કે હવે મુંબઇના સાંતાક્રૂઝમાં 64 વર્ષીય વ્યક્તિ XE વેરિયન્ટથી સંક્રમિત થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે 11 માર્ચના રોજ કામના સિલસિલામાં વડોદરા ગયો હતો, જ્યાં એક હોલટમાં મીટિંગમાં સામેલ થયા બાદ તેની તબીયત ખરાબ થઈ હતી. જ્યારે તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો તો તેના સંક્રમિત થયાની પુષ્ટી થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબલ વેક્સીનેટેડ છે સંક્રમિત વ્યક્તિ
બૃહન્મુંબઇ નગર નિગમે જાણકારીમાં જણાવ્યું કે કોરોના ટેસ્ટમાં ભલે તે પોઝિટવી આવ્યો હતો પરંતુ તેમાં કોરોનાના કોઇ લક્ષણ ન હતા. તેથી તે ગુજરાતથી મુંબઇ પરત ફરી શક્યો હતો. અહીં તેના સેમ્પલનું જ્યારે જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવ્યું તો રિપોર્ટમાં XE વેરિયન્ટથી સંક્રમિત થયાનો ખુલાસો થયો. બીએમસીએ જણાવ્યું કે, શખ્સે કોરોના રસીના બંને ડોઝ લધા છે. તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી, તેની હાલત સ્થિર છે.


ઓમિક્રોન સામે આ વેક્સીનનો બુસ્ટર ડોઝ ખુબજ અસરકારક, ICMR ના અભ્યાસમાં થયો ખુલાસો


વિદેશી મહિલા લગાવી ચૂકી હતી બંને ડોઝ
બીએમસીએ થોડા દિવસ પહેલા મુંબઇમાં આફ્રિકન મહિલાના XE વેરિયન્ટથી સંક્રમિત થયાની પુષ્ટી કરી હતી. મુંબઇમાં જે 50 વર્ષીય વિદેશી મહિલા XE વેરિયન્ટથી સંક્રમિત થયાની વાત સામે આવી હતી, તે મહિલા કોરોના રસીના બંને ડોઝ લગાવી ચૂકી હતી. મહિલા એસિમટોમેટિક હતી. તેનામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે 10 ફેબ્રુઆરીના દક્ષિણ આફ્રિકાથી મુંબઇ આવી હતી. તે પહેલા તેની કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હતી.


કોવિશિલ્ડ અને કોવેક્સીનના બુસ્ટર ડોઝના ભાવમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે પ્રાઈઝ


ગુજરાતમાં પણ મળ્યો XE વેરિયન્ટનો એક કેસ
કોરોનાના નવા વેરિયન્ટ XE ગુજરાતમાં દસ્તક આપી ચૂક્યો છે. 13 માર્ચના એક શખ્સ કોવિડ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ એક અઠવાડિયા બાદ તેની સ્થિતી સારી હતી. જ્યારે સેમ્પલના પરિણામ આવ્યા તો તેમાં તે શખ્સ XE વેરિયન્ટથી સંક્રમિત હતો.


IPL 2022 CSK vs SRH: ચેન્નાઈને મળી સતત ચોથી હાર, હૈદરાબાદે 8 વિકેટ સાથે જીતી પહેલી મેચ


બીએ.2 સ્ટ્રેનથી 10 ટકા વધારે ઘાતક
જો નવો વેરિયન્ટ XE હશે તો તે ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2 થી લગભગ 10 ટકા વધારે સંક્રામક થઈ શકે છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. XE ઓમિક્રોનના બે સબ લીનેજ BA.1 અને BA.2 રીકોમ્બિનેન્ટ સ્ટ્રેન છે. WHO કહી ચૂક્યું છે કે જ્યાં સુધી તેનો ટ્રાન્સમિશન રેટ અને બીમારીના વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાતા નથી ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ કનેક્ટ થતા જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube