Gujarat Election: ચૂંટણી પહેલા મોટો નિર્ણય, મહેસાણા-આણંદમાં પાક-બાંગ્લાદેશથી આવેલા લોકોને મળશે નાગરિકતા
MHA to grant citizenship to Minorities from Pakistan: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે. એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા મામલે મોટો નિર્ણય લીધો છે. ખાસ જાણો વિગતો...
MHA to grant citizenship to Minorities from Pakistan: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે. એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા મામલે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે લોકોએ નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ અપાશે નાગરિકતા
કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિન્દુઓ, શીખો, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકતા કાયદા, 1955 હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA) ની જગ્યાએ નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકતા આપવાનું આ મહત્વપૂર્ણ પગલું છે.
અત્રે જણાવવાનું કે CAA અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુઓ, શીખો, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાની પણ જોગવાઈ કરે છે. જો કે અધિનિયમ હેઠળ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. આથી તે હેઠળ અત્યાર સુધીમાં કોઈને પણ નાગરિકતા આપી શકાઈ નથી.
ગુજરાતના આ 2 જિલ્લામાં રહેતા લોકોને મળશે નાગરિકતા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી આવીને ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા અપાશે. નોટિફિકેશન મુજબ નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6 હેઠળ અને નાગરિકતા નિયમ, 2009ની જોગવાઈઓ મુજબ ભારતના નાગરિક તરીકે રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશને નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter |