દિલ્હી: નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પથના સપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ત્રણ સાંસદો મંત્રી પદના સપથ લેશે જેમાં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, અને મનસુખ માંડવિયાને મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુડબુકમાં સામેલ એવા મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને શપથ લેવા માટે રાષ્ટ્ર્પતિ ભવન પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયકલ લઇને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવા માટે પહોંચેલા મનસુખ માંડવિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશના લોકોએ સાયકલનો ઉપયોગ કરવો જોઇએ જેથી પ્રદુષણનું પ્રમાણ ઘટે અને ભારતની જનતાનું સ્વાસ્થ પણ સારુ રહે તે માટે મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને મોદી સરકારના શપથ સમારોહમાં પહોંચ્યા હતા.


વધુ વાંચો...ગુજરાતના આ સાંસદો બનશે લકી? જુઓ PM મોદીના કેબિનેટમાં કોના નામની ચાલી રહી છે સૌથી વધુ ચર્ચા...



મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશની જનતાએ સાયકલનો ઉપયોગ વધારવો જોઇએ જેથી દેશની જનતાનું સ્વાસ્થ પણ સારુ રહે અને ભારતમાં પ્રદુષણનું પ્રમાણ પણ ઘટે તે માટે તેઓ સાયકલ લઇને રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા. મહત્વનું છે કે, મનસુખ માંડવિયા હાલ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી છે અને તેમને સ્વતંત્ર પ્રભાર મળી શકે છે.