નવી દિલ્લીઃ દેશભરમાં રામજન્મભૂમિ પર રામલલાના બિરાજમાન થવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સમગ્ર દેશમાં હાલ જયશ્રીરામના નારા લાગી રહ્યાં છે. લોકો રામ નામના જાપ સાથે ભક્તમાં ભાવવિભોર બની ગયા છે. ત્યારે જે સ્થળે ભગવાન શ્રી રામે વનવાસ વેઠ્યો આજે પ્રધાનમંત્રી મોદી એ સ્થળ પર નમન કરવા પહોંચ્યાં. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે 11 દિવસ જ બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22મી જાન્યુઆરીને 2024ના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામલલ્લા બિરાજમાન થશે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે. પીએમ મોદીએ કહ્યુંકે, આ મારું સૌભાગ્ય છેકે, હું આ પુણ્ય અવસરનો સાક્ષી બની રહ્યો છું. ઉલ્લેખનીય છેકે, આજથી પીએમ મોદીએ અનુષ્ઠાની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાસિકમાં ગોદાવરીના કિનારે આવેલા શ્રી કલા રામ મંદિરની મુલાકાતે છે. શ્રી કલા રામ મંદિર નાસિકના પંચવટી વિસ્તારમાં આવેલું છે.


રામાયણ સાથે સંકળાયેલા સ્થળોમાં પંચવટી એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે અહીં રામાયણની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. ભગવાન રામ, મા સીતા અને લક્ષ્મણજીએ પંચવટી પ્રદેશમાં આવેલા દંડકારણ્ય જંગલમાં થોડા વર્ષો વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ થાય છે 5 વટવૃક્ષોની ભૂમિ. દંતકથા છે કે ભગવાન રામે અહીં પોતાની ઝૂંપડીની સ્થાપના કરી હતી કારણ કે 5 વટવૃક્ષોની હાજરીથી આ પ્રદેશ શુભ બન્યો હતો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ભવ્ય ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સમારોહના માત્ર 10 દિવસ પહેલા જ પીએમ મોદી આ સ્થળની મુલાકાત લે છે તેનું વધુ મહત્વ છે કારણ કે ભગવાન રામના જીવનમાં તેનું ઘણું મહત્વ છે.