Arvind Kejariwal: દારુ કૌભાંડમાં દિલ્લીના CM કેજરીવાલને મોટી રાહત મળી છે. સમગ્ર મામલામાં લાંબા સમય બાદ દિલ્લીની કોર્ટે આખરે કેજરીવાલને આપ્યાં જામીન. આવતીકાલે તિહાડ જેલમાંથી બહાર નીકળશે કેજરીવાલ. દારૂ કૌભાડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ સામે કરવામાં આવી હતી કડક કાર્યવાહી. કાર્યવાહીને પગલે કેજરીવાલને રાખવામાં આવ્યાં હતા દિલ્લીની તિહાડ જેલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારુ કૌભાંડમાં જેલમાં કેદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે આ મોટી રાહતના સમાચાર છે. લાંબી કાર્યવાહી બાદ આખરે જેલમુક્ત થશે કેજરીવાલ. દિલ્લી હાઈકોર્ટે જામીનનો આદેશ આપી દીધો છે. જોકે, કોર્ટની કાર્યવાહી બાદ જેલમુક્તિની પ્રોસેસ માટે પેપરવર્ક કરવાનું હોય છે. જરૂર કાગળિયા થયા બાદ આવતીકાલે જેલમુક્ત થશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ.


દારુ કૌભાંડમાં તિહાડ જેલમાં કેદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યાં છે તેથી તેઓ શુક્રવારે જેલની બહાર આવી શકે છે.


કેજરીવાલ દારુ કૌભાંડના આરોપી-
ઈડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવ્યાં હતા અને તેમની ધરપકડ કરી હતી. ઈડીનો આરોપ છે કે કેજરીવાલે દારુ માફિયાઓ પાસેથી 100 કરોડ લીધાં હોવાના તેમની પાસે પુરાવા છે.


જેલમાંથી છૂટનાર આપના બીજા મોટા નેતા-
દારુ કૌભાંડમાં જેલમાંથી છૂટનાર કેજરીવાલ આમ આદમી પાર્ટીના બીજા મોટા નેતા છે. આ પહેલા સંજય સિંહને  પણ કોર્ટે છોડી મૂક્યાં હતા.