કોલકાત્તાઃ જેલ...એક એવી જગ્યા જ્યા લોકોને સજાના ભાગરૂપે રાખવામાં આવે છે. જોકે, આવી જેલોમાં પણ ભણીવાર ગોરખધંધા ચાલતા હોય છે. આ અંગેના અહેવાલો પણ અહીં વાત બહાર આવા હોય છે. આવી જ એક મોટો ઘટસ્ફોટ હાલમાં થયો છે. જેમાં એવી વાત સામે આવી છેકે, જેલની અંદર બંધ મહિલા કેદીઓ સતત ગર્ભવતી બની રહી છે અને જેલમાં જ બાળકોને જન્મ આપી રહી છે. આ અહેવાલો ચોંકાવનારા છે. આ સમાચારો વિશેના નહીં પણ ભારતના જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળની જેલમાંથી આ હેરાન કરનાર અહેવાલ સામે આવ્યા છે. રાજ્યભરના તમામ સુધારણા ગૃહોના ન્યાય મિત્ર(એમિક્સ ક્યુરી) એ કોલકાત્તા હાઈકોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં કેદ મહિલા કેદી ગર્ભવતી થઈ રહી છે. હાઇકોર્ટને સોંપેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે , ‘જેલોમાં મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે અને રાજ્યભરની જેલોમાં ઓછામં ઓછા 196 બાળકો જન્મ્યા છે.' આ સાથે જ એમિક્સ ક્યુરીએ ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમનાં નેતૃત્વવાળી ખંડપીઠને વિનંતી કરી કે સુધારણા ગૃહોમાં મહિલા કેદીઓ કેદ હોય છે, એમાં પુરુષ કર્મચારીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


તેમણે વધુમાં કહ્યું કે, તાજેતરમાં મેં સુધારણા ગૃહોના આઈજી(સ્પેશ્યલ) અને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરીની સાથે એક મહિલા સુધારણ ગૃહ(જેલ)ની મુલાકાત લીધી હતી. ત્યાં જોયું કે એક ગર્ભવતી મહિલા અને ઓછામાં ઓછા અન્ય 15 મહિલા કેદી પોત-પોતાના બાળકો સાથે રહેતી જોવા મળી હતી. તેમના બાળકોનો જન્મ જેલમાં જ થયો હતો. ત્યાર પછી ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમ અને જસ્ટિસ સુપ્રતિમ ભટ્ટાચાર્યની બેન્ચે મામલાને બીજી બેન્ચને સોંપ્યો હતો. જ્યારે એમિક્સ ક્યુરી જેલની હકીકત વર્ણવી રહ્યા હતા, ત્યારે સરકારી વકીલ પણ ત્યાં ઉપસ્થિત હતા.


હાઇકોર્ટની બેન્ચે નોટ્સને રિકોર્ડમાં લઈને કહ્યું કે, એમિક્સ ક્યુરીએ જે મામલાનો ઉલ્લેખ કર્યો છે, એ એક ગંભીર મુદ્દા તરફ ઈશારો કરે છે. જેલમાં રહીને મહિલા કેદી ગર્ભવતી થઈ રહી છે અને વર્તમાનમાં 196 બાળકો પશ્ચિમ બંગાળની વિવિધ જેલમાં રહી રહ્યા છે. આ સંદર્ભમાં એક આઈપીએસ અધિકારીએ કહ્યું કે, જો છ વર્ષથી ઓછી વયનું બાળક ધરાવતી મહિલાની ધરપકડ કરવામાં આવે, તો બાળકને માતા સાથે જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ મને એ વાત કોઈ જાણકારી નથી કે જેલમાં મહિલાઓ ગર્ભવતી થઈ રહી છે. આ અશક્ય છે. જો મારા ધ્યાન પર આ બાબત આવશે તો ચોક્કસ ગંભીર રીતે લઈશ.


ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી 2024 સુધી પશ્ચિમ બંગાળની 60 જેલમાં લગભગ 26000 કેદીઓ રહેતા હતા. એમાંથી લગભગ 8થી 10 ટકા જેટલી મહિલા કેદી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં હવે સોમવારે સુનાવણી થવાની સંભાવના છે. આ ઘટસ્ફોટને પગલે વ્યાપક ચિંતા જન્મી છે. અને રાજ્યના સુધારણા ગૃહોમાં મહિલા કેદીઓના અધિકારો અને સ્વાસ્થ્ય માટે સર્વગ્રાહી સુધા— કરવાની માંગ ઉઠી છે.