Parliament Election BJP Plan: હિન્દી પટ્ટામાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક બાદ પાર્ટી હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 31 ડિસેમ્બર પહેલા રાજ્યના અધિકારીઓ અને જિલ્લા સ્તરની બેઠકો થશે. તેનો હેતુ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડ્ડા-શાહનો સૌથી પહેલો ટાર્ગેટ બંગાળ-
ભાજપને ગત લોકસભામાં દક્ષિણમાંથી સૌથી વધારે બેઠકો બંગાળમાંથી મળી હતી. ભલે દીદીની સરકાર હોય પણ લોકસભામાં ભાજપને બંગાળમાંથી ફાયદો થાય છે. ગત લોકસભામાં અમિત શાહના પ્લાનિંગને કારણે ભાજપને જબરદસ્ત ફાયદો થયો હતો. એ ફાયદો ભાજપ ફરી મેળવવા માગે છે. ભાજપ સારી રીતે જાણે છે કે બંગાળમાં ભાજપનું સારું પ્રદર્શન દીદીને અટકાવશે. જેની સીધી અસર ભારત ગઠબંધન મોરચાને થશે. મંગળવારે (26 ડિસેમ્બર) બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંગાળ પહોંચ્યા છે. અહીં દિવસભર પાર્ટીની ત્રણ મોટી બેઠકો યોજાવાની છે જેમાં રાજ્ય સ્તરના તમામ ટોચના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટીના બંને ટોચના નેતાઓ આઈટી સેલ અને યુવા અને મોરચાના અન્ય નેતાઓના ક્લાસ પણ લેવાશે. આ સાથે લોકસભાની રણનીતિ અમલમાં મૂકવાની કામગીરી હાથ ધરાશે. 


યુવા વર્ગને આકર્ષિત કરવા 5 હજાર બેઠકો થશે-
ભાજપ રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે 24 જાન્યુઆરીએ યુવા મોરચા દ્વારા પાંચ હજાર સ્થળોએ નવા મતદારો સાથે બેઠકો યોજવામાં આવનાર છે. તેનો ઉદ્દેશ ઓછામાં ઓછા 7 લાખ ગામડાઓમાંથી ઓછામાં ઓછા એક નવા કાર્યકરને ઉમેરવાનો હશે. આ સાથે ભાજપના મતદારોની સંખ્યા વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત સહિત હિન્દી ભાષી બેલ્ટમાં ભાજપનો પેજ પ્રમુખનો કોન્સેપ્ટ જબરદસ્ત કામ કરી રહ્યો છે. ભાજપ પોતાની વોટબેંક વધારવાના પ્રયાસમાં છે. જેમાં નવો યુવા વર્ગ જેને કોંગ્રેસનું શાસન જોયું જ નથી. એ વર્ગને ભાજપ પોતાની તરફ આકર્ષિત કરવા માગે છે. એ ગામડાઓ ખૂંદવા માટે ગુજરાતની ખાટલા બેઠકોની જેમ ગાંવ ચલે હમ સૂત્રના આધારે ગ્રામીણ પ્રજાને પણ ટાર્ગેટ કરશે. 


ક્લસ્ટર ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે-
લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ભાજપનો પ્લાન તૈયાર છે, દર 3-4 લોકસભાનું એક ક્લસ્ટર બનાવવામાં આવશે અને વરિષ્ઠ નેતાઓ કલસ્ટર પ્રભારી કે કન્વીનર બનશે. જીતેલા અને હારેલા તમામ પ્રકારના બૂથનું વિશ્લેષણ કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોનો સંપર્ક કરીને તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ક્લસ્ટરમાં બેઠકો કરશે. પ્લાનિંગનો સૌથી મોટો હિસ્સો આ નેતાઓ રહેશે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ અનુસાર ભાજપ 30 જાન્યુઆરી પહેલાં લોકસભા ચૂંટણી કાર્યાલય બનાવશે. દરેક રાજ્યમાં 50 સ્થળોએ યુવા, મહિલા SC ST પરિષદોનું આયોજન કરવામાં આવશે. દરેક ઝોનમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની બેઠક યોજાશે.