Acharya Vidhya Sagar Maharaj Samadhi: જૈન મુનિ, ગુરુ, અને સંત શિરોમણિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેમના કાળધર્મ પામવાના સમાચારે સમાજજીવનના દરેક તબક્કાના લોકોને ગમગીન કરી દીધાં છે. કારણકે, તેઓ માત્ર જૈન સમુદાયના ગુરુ નહોતા. તેઓ સમાજ જીવનના અનેક કામોમાં દરેક સમુદાયના લોકોના માર્ગદર્શક હતાં. તેમની સમાધિના સમાચાર મળતા જ પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણે દિવસ પહેલાંથી જ તેમની સમાધિની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો હતો. તેઓ એ ત્રણ દિવસ પહેલાંથી જ અન્ન-જળનો ત્યાગ કરીને સંથારો લીધો હતો. તેમણે છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિઃ
PM મોદીએ પણ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે મારી પ્રાર્થના તેમના અસંખ્ય ભક્તો સાથે છે. સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ તેમને યાદ કરશે, ખાસ કરીને લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય કાર્યો માટેના તેમના પ્રયાસો માટે. PM મોદીએ કહ્યું કે મને વર્ષોથી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ મળ્યા છે.


સમાધિ સમયે તેમની સાથે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ સહિત સંઘ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરના જૈન સમુદાયના લોકો અને આચાર્યશ્રીના ભક્તોએ તેમના માનમાં આજે એક દિવસ માટે તેમના પ્રતિષ્ઠાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માહિતી મળતાં જ આચાર્યશ્રીના હજારો શિષ્યો ડોંગરગઢ જવા રવાના થઈ ગયા છે.


લાંબા સમયથી નાદુરસ્ત હતી તબિયતઃ
છેલ્લા કેટલાક મહિનાઓથી છત્તીસગઢના ડોંગરગઢમાં રહેતા હતા. 77 વર્ષના આચાર્ય શ્રી વિદ્યાસાગરની તબિયત ઘણા સમયથી સારી નહોતી. ત્રણ દિવસ પહેલા આચાર્ય શ્રીએ આચાર્ય પદ તેમના શિષ્ય મુનિ શ્રી સમયસાગરને સોંપીને સમાધિ મારનની પ્રક્રિયા શરૂ કરી હતી. આચાર્ય શ્રીની સમાધિથી સમગ્ર જૈન સમાજ ઘેરા શોકમાં છે. 18 ફેબ્રુઆરીની સવારે લોકો જાગ્યા ત્યાં સુધીમાં આ સદીના મહાન સંત આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ હંમેશ માટે ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. 18મી ફેબ્રુઆરી એ જૈન સમાજ અને સંત સમુદાય માટે ખૂબ જ કપરો દિવસ છે. આજે જૈન સાધુ સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી હતી. 


મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે આચાર્ય શ્રી વિદ્યાસાગરની સમાધિ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, આચાર્ય શ્રીનું જીવન ત્યાગ અને પ્રેમનું ઉદાહરણ છે. તે જીવંત ભગવાન હતા. તમને જણાવી દઈએ કે આચાર્ય શ્રીના દેશ અને દુનિયામાં કરોડો અનુયાયીઓ છે.


 



 


સમાધિ-
સંત શિરોમણી વિદ્યાસાગર મહારાજ કે જેમને હાલના જૈન સમાજના વર્ધમાન કહેવામાં આવે છે, તેઓએ ત્રણ દિવસ પહેલા વિધિ મુજબ સમાધિ પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંતર્ગત તેણે ભોજન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. આ પછી આચાર્ય શ્રીએ 17-18 ફેબ્રુઆરીની રાત્રે 02:35 વાગ્યે દેહ છોડ્યો. આચાર્યશ્રીએ વર્ષોથી મીઠું, ખાંડ, ઘી, ગોળ, તેલ વગેરેનો ત્યાગ કર્યો હતો.


જન્મઃ
આચાર્યજીનો જન્મ 10મી ઓક્ટોબર, 1946ના રોજ કર્ણાટક રાજ્યના બેલગવી જિલ્લાના સદલગા ગામમાં થયો હતો. તેમણે રાજસ્થાનના અજમેર શહેરમાં 30મી જૂન 1968ના રોજ તેમના ગુરુ આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજ પાસેથી મુનિદીક્ષા લીધી હતી. તેમની કઠોર તપસ્યા જોઈને આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજે તેમને આચાર્ય પદ સોંપ્યું હતું. આચાર્યશ્રી 1975ની આસપાસ બુંદેલખંડ આવ્યા હતા. તેઓ બુંદેલખંડના જૈન સમુદાયની નિષ્ઠા અને સમર્પણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમનો મોટાભાગનો સમય બુંદેલખંડમાં સ્થિરતામાં પસાર કર્યો હતો. આચાર્યશ્રીએ 350 જેટલી દિક્ષાઓ આપી છે. તેમના શિષ્યો જૈન ધર્મના પ્રચાર માટે દેશભરમાં વિહાર કરી રહ્યા છે.


22 વર્ષે દીક્ષા, 26 ની ઉંમરે આચાર્ય બન્યાઃ
10 ઓક્ટોબર 1946ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગા ગામમાં જૈન પરિવારમાં જન્મેલા બાળ વિદ્યાધરને બાળપણથી જ ધર્મમાં ઊંડો રસ હતો. જ્યાં તેમનો જન્મ થયો હતો તે ઘર હવે મંદિર અને સંગ્રહાલય છે. 4 પુત્રોમાં બીજા પુત્ર વિદ્યાધરે નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. 1968 માં, 22 વર્ષની ઉંમરે, તેમણે અજમેરમાં આચાર્ય શાંતિસાગર પાસેથી જૈન સાધુ તરીકે દીક્ષા લીધી. આ પછી, 1972 માં, માત્ર 26 વર્ષની વયે, તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું.


અનેક વડાપ્રધાનોએ મુલાકાત લીધી હતી-
ઘણા વડાપ્રધાનો જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગરની મુલાકાત લેવા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. જેમાં 1999માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન પીએમ મોદી પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત આચાર્ય શ્રીની મુલાકાત લઈ ચૂક્યા છે. નવેમ્બર 2023માં પણ પીએમ મોદી ડોંગરગઢ ગયા હતા અને આચાર્ય શ્રીના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ પણ તેમની સમાધિના સમાચાર મળતાની સાથે જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.