નવી દિલ્લીઃ લગ્ન સંબંધોમાં હવે પહેલાં જેવો વિશ્વાસ રહ્યો નથી. તમને એક એવા કિસ્સા અંગે માહિતગાર કરી રહ્યાં છે જેમાં દુલ્હાને પત્ની ફરાર થઈ જતાં કહ્યું સાળીને આપો નહીં તો પત્ની આપો..  મધ્યપ્રદેશના શિવપુરીમાં લગ્ન ઘરમાં અચાનક કોહરામ મચી ગયો. પરિવાર જેને વહેલી સવારે લગ્ન કરીને ઘરે લઈને આવ્યો હતો તે દુલ્હન સાંજ પહેલાં લગ્નમાં આપેલા તમામ દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા દેશમાં લગ્નને નવા સંબંધની શરૂઆત જ નથી માનવામાં આવે છે પરંતુ તેને તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન દરરોજ અનેક લગ્નો થાય છે. લોકો લગ્નમાં તેમના તમામ સંબંધીઓને આમંત્રણ આપે છે. દરેક વ્યક્તિ પોતાની હેસિયતથી પણ વધારે કરે છે. લગ્નને ઘરના સન્માનની બાબત તરીકે જોવામાં આવે છે. લોકો લગ્નમાં કોઈ કસર છોડવાનો પ્રયાસ કરતા નથી.


કન્યાએ કર્યો હતો ગૃહપ્રવેશઃ
એમપીમાં અમોલા, શિવપુરીમાં રહેતા એક પરિવારે ઘરે નવપરિણીત દુલ્હનનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી ન હતી. આ પરિવારે સમાજની સામે કન્યાને લાખો રૂપિયાના દાગીના આપીને ઘરે લાવ્યા હતા. લગ્ન પછી સવારે કન્યાએ ગૃહ પ્રવેશ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી કોઈ પણ દુલ્હનનો ઈરાદો સમજી શક્યા ન હતા પણ સાંજે પડતાં એને એવો કર્યો કાંડ કે ઘરમાં બૂમરાણ મચી ગઈ હતી. 


શૌચના બહાને ફરાર થઈ ગઈ-
સવારે વિદાય લીધા પછી, કન્યા તેના સાસરે પહોંચી અને દિવસભર ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત રહી હત. દરેક લોકો નવી વહુને આવકારવામાં વ્યસ્ત હતા. દરમિયાન સાંજે કન્યાએ શૌચાલય જવાની વાત કરી હતી. ઘરમાં ટોયલેટ હતું પરંતુ તે પછી પણ કન્યાએ બહાર જઈને શૌચ કરવાનું કહ્યું. સાસરિયાં એવું સમજ્યા કે દુલ્હનને પણ તેના ઘરેથી આવી જ આદત હતી. આ પછી બધાએ કન્યાને જવા દીધી. પરંતુ તેઓને ઓછી ખબર હતી કે દુલ્હન શૌચના બહાને એક કાંડ કરી દેશે.


દાગીના લઈને ભાગી ગઈ-
સાંજે, કન્યા શૌચ જવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ લાંબો સમય થવા છતાં તે પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જ્યારે તેઓએ બહાર જઈને દુલ્હનની શોધ કરી તો ક્યાંય તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પછી સમાચાર મળ્યા કે દુલ્હન લગ્નમાં આપેલા તમામ દાગીના લઈને ભાગી ગઈ છે. આ સાંભળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. માન ગુમાવવાના ડરથી, વરરાજા સીધો તેના સાસરે ગયો અને છોકરીની નાની બહેન સાથે લગ્નની માંગ કરી દીધી હતી. યુવતીના પક્ષે ચાર દિવસનો સમય માંગ્યો છે. આ પછી વિચારવામાં આવશે કે આગળ શું કરવું?