COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ઝી બ્યૂરો, અમદાવાદઃ
પૃથ્વી પર મોટી ઊથલપાથલના એંધાણ જોવા મળી રહ્યાં છે. કારણકે, જાણીતા ખોગળશાસ્ત્રીઓએ એવી ચેતવણી આપી છેકે, સૌર જવાળાની પ્રચંડ થપાટથી પૃથ્વી પર જીવલેણ ટ્રેન અકસ્માતો થવાનું મોટું જોખમ વર્તાઈ રહ્યું છે. ખગોળ શાસ્ત્રીઓએ એવો પણ મત આપ્યો છેકે, એવું પણ બની શકે કે, અચાનક આપમેળે રેલવેના રેડ સિગ્નલ ગ્રીન થઈ જાય અને ગ્રીન સિગ્નલ રેડ થઈ જાય. આવું થશે તો એક સાથે સંખ્યાબંધ ટ્રેનો સામ સામે ટકરાઈ શકે છે. પૃથ્વી મોટી ઊથલપાથલ મચાવશે સૂર્ય નારાયણની વિરાટ થાળી! જીવલેણ અકસ્માતો થવાનું પૂરું જોખમ રહે છે. સાથોસાથ વીજળી પુરવઠો ખોરવાઈ જવાનું પણ જોખમ રહે. પરિણામે ઈલેકટ્રીક ટ્રેનનો બધો વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઇ જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.


અચાનક બદલાઈ શકે છે રેલવેના સિગ્નલનો રંગ- 
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓએ એવી ચેતવણી આપી છે કે ભયાનક સૌર જ્વાળાઓને કારણે રેલવે માર્ગ પરના સિગ્નલ્સના રંગમાં અચાનક જ ફેરફાર થઈ શકે છે. સાથોસાથ વીજળી પુરવઠો પણ ખોરવાઈ જવાનું જોખમ રહે છે. એટલે કે રેલવેના સિગ્નલનો રંગ રેડ(લાલ)માંથી ગ્રીન (લીલો) થઈ જવાની ગ્રીનમાંથી રેડ થઈ જવાની સંભાવના રહે છે. ઉપરાંત, વીજળી લાઈનોમાં ભયંકર તરખા ઝરે અને તે તૂટી જાય. પરિણામે વીજળી પુરવઠો ખોરવાઈ જવાથી ચારે તરફ અંધકાર છવાઈ જાય. સંદેશા વ્યવહારમાં પણ ભારે અવરોધ સર્જાય.આકાશમાં ગોળ ગોળ ઘુમતા સેટેલાઈટ્સ પણ બળી જઈ શકે. સૌર જવાળાના ભારે તોફાનથી પૃથ્વીના વાતાવરણમાં પર થતી અસરને સ્પેસ વેધર કહેવાય છે. 


હજુ ગઈ ૧૪, ડિસેમ્બરે જ સૂર્યની ઉકળતી ભઠ્ઠી જૈવી સપાટી પરથી "ફેંકાયેલી સૌર જ્વાળાની પ્રચંડ થપાટથી આખા સાઉથ અમેરિકા સહિત પેસિફિક પ્રદેશમાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો. એટલેકે, આ વિશાળ વિસ્તારમાં સંદેશા વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સિટીના સ્પેસ વેધર અને સ્પેસ ફિઝિક્સ વિષયના પ્રોફેસર જીમ વાઈલ્ડ તેમની ટીમ દ્વારા થયેલા વૈજ્ઞાનિક પ્રયોગો અને અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સૂર્યમાંથી ફેંકાર્તી સૌર જવાળાઓમાં રેડિયેશન (કિરણોત્સર્ગ)નું પ્રમાણ ઘણું ઘણું વધુ હોય છે. આ જ રેડિયેશન પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ (વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર) માં પ્રવેશ કરે ત્યારે પૃથ્વીના સમગ્ર વિસ્તાર પર તેની અસર વર્તાઈ શકે છે.