ઉકળાટ-બફારા વચ્ચે ધોધમાર વરસાદ, ઘરથી બહાર જતાં પહેલાં જાણી લેજો આગાહી
Weather Forecast Update: માત્ર ગુજરાત જ નહીં જાણો આખા દેશભરમાં કેવો થવાનો છે ગરમીમાં લોકોનો હાલ. 50 કિલો મીટરની ઝડપે ફૂંકાશે પવન. કરાઈ છે ઘાતક આગાહી. આગામી દિવસોમાં ક્યાં-કેવી રહેશે ગરમીની સ્થિતિ? જાણો હવામાન વિભાગની આગાહીના વિગતવાર સમાચાર...
IMD Alert: સાચવજો! જીહાં, હવે ખુદ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે આ શબ્દો. હાલ ઉનાળો આકારી ગરમીથી લોકોને પરેશાન કરી રહ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ દેશની રાજધાની તો...દિલ્લી એનસીઆરમાં આજથી તાપમાન વધશે, ચીકણી ગરમી તમને ખૂબ પરેશાન કરશે; દેશભરમાં કેવી રહેશે હવામાનની સ્થિતિએ પણ જાણો...
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રવિવારે આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. આ સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં હવામાન કંઈક વિચિત્ર રંગ અને તસવીર બતાવી રહ્યું છે. દેશના જુદા-જુદા રાજ્યોના જુદા-જુદા વિસ્તારોમાં વાતાવરણ અલગ જોવા મળી રહ્યું છે. ક્યાંક કાળજાળ ગરમી છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક આકરો તાપ છે. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ભરઉનાળે વરસાદી માહોલઃ
ભરઉનાળે પણ ઘણાં વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. પહાડોમાં પણ બરફ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતના રૂપમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર રહે છે. દિલ્હીની વાત કરીએ તો થોડા દિવસની રાહત બાદ ગઈકાલે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. હવામાન વિભાગ (IMD) અનુસાર, શનિવારે એટલે કે સપ્તાહના અંતે રાજધાનીની મહત્તમ તાપમાન 40.3ના સ્તરે પહોંચી ગયું હતું. જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું. જ્યારે શનિવારે લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. દિલ્હીના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો પીતમપુરામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એનસીઆરના શહેરોમાં તે 41.5 ડિગ્રી અને કેટલીક જગ્યાએ 42 ડિગ્રી નોંધાયું હતું.
દિલ્હીમાં આજની હવામાનની આગાહી:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. 8મી મે સુધી હવામાન કઠોર રહેશે. ગરમ પવન તમને પરેશાન કરશે. તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, 9 મેના રોજ છુટોછવાયો વરસાદ શક્ય છે. જો આવું થાય તો મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે, સાપ્તાહિક હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 10 દિવસ સુધી દિલ્હીમાં ગરમીનું મોજું નહીં રહે.
દેશભરમાં કેવી રહેશે હવામાનની સ્થિતિ?
છેલ્લા 24 કલાક દરમિયાન, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળના ઉત્તર કિનારે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશના ભાગો અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ થયો હતો. ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. રાયલસીમા અને ઓડિશા, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 1 અથવા 2 સ્થળોએ તીવ્ર ગરમીની સ્થિતિ સર્જાઈ હતી.
આજની હવામાન આગાહી:
'સ્કાયમેટ વેધર' અનુસાર, આજે ઉત્તરપૂર્વ ભારતમાં વીજળી અને જોરદાર પવન (40-50 કિમી પ્રતિ કલાક) સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. અહીં 5 અને 6 મેના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સિક્કિમમાં 5 મેના રોજ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 7 અને 8 મેના રોજ ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 6 થી 10 મે વચ્ચે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ક્યાં અને ક્યારે પડી શકે છે વરસાદ?
5 મેના રોજ, પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઉપરના વિસ્તારોમાં છૂટાછવાયા હિમવર્ષા થઈ શકે છે. 5 અને 6 મેની વચ્ચે, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગંગાના પશ્ચિમ બંગાળ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઝારખંડ અને તમિલનાડુના ભાગોમાં 1 અથવા 2 સ્થળોએ હીટ વેવની સ્થિતિ શક્ય છે.