રેપ એટલે રેપ : આરોપી પીડિતાની સાથે લગ્ન કરે તો પણ સજા થશે, સુરતની હોટલમાં કરાયો હતો બળાત્કાર
લગ્નની તૈયારીઓ વચ્ચે કોર્ટે 20 વર્ષની સજા ફટકારી: ભીલવાડાની કોર્ટના ન્યાયાધીશ અનિલ કુમાર ગુપ્તાએ સગીરા પરના બળાત્કારના કેસમાં સીમાવર્તૂ ચૂકાદો આપ્યો છે. આરોપી યુવકને 20 વર્ષની કેદ અને 70 હજારનો દંડ ફટકાર્યો છે. આ ચૂકાદો ઐતિહાસિક એટલા માટે છે કે રેપ પીડિતા અને આરોપી વચ્ચે થોડા દિવસો બાદ લગ્ન છે.
નવી દિલ્હીઃ રાજસ્થાનના ભીલવાડાની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ ઘણા કેસોના સમીકરણો બદલાઈ જશે. આ ચૂકાદાની સ્પષ્ટતા આપતાં કોર્ટે કહ્યું છે કે બળાત્કારના કેસમાં એવા પણ કિસ્સા સામે આવી ચુક્યા છે કે આરોપી પીડિતાની સાથે લગ્ન છે જેમાં પીડિતાની સાથે સમજૂતી કરીને બળાત્કારીના લગ્ન કરી લીધા હોય તેમ છતા પણ સજા તો જશે જ. જોકે આ મામલે કોર્ટે એક ભીલવાડાની પોક્સો કોર્ટે આ ઐતીહાસિક ચુકાદો આપ્યો હતો. સજાથી બચવા માટે પીડિતાની સાથે લગ્ન માટે તૈયાર થઇ ગયેલા આરોપી યુવકને કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે.
ભીલવાડાની કોર્ટના ન્યાયાધીશ અનિલ કુમાર ગુપ્તાએ સગીરા પરના બળાત્કારના કેસમાં સીમાવર્તૂ ચૂકાદો આપ્યો છે. આરોપી યુવકને 20 વર્ષની કેદ અને 70 હજારનો દંડ ફટકાર્યો છે. આ ચૂકાદો ઐતિહાસિક એટલા માટે છે કે રેપ પીડિતા અને આરોપી વચ્ચે થોડા દિવસો બાદ લગ્ન છે.જોકે, કોર્ટે એ સ્પશ્ટતા કરી છે કે બળાત્કારના કેસમાં કોઈ પણ પ્રકારની માફી ન આપી શકાય. એવા અહેવાલો છે કે આરોપી યુવકે સગીરાનું અપહરણ કરીને સૂરતની એક હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં સૂરજ માલી નામના યુવકે પીડિતા પર આ મામલે બાદમાં પીડિતાના પરિવાર દ્વારા પોલીસમાં ફિયાદ કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે સૂરજ માલીની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. હવે આ કેસમાં ચૂકાદો આવી ગયો છે.
આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે રેપની પીડિતા અને આરોપી વચ્ચે સમાધાન થતાં બંને પરિવારોએ ભેગા મળીને બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. જેમના લગ્ન થાય એ પહેલાં જ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે અને યુવકને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસ મામલે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ ન્યાયાધિશે સ્પષ્ટ જણાવ્યું હતું કે રેપના કેસમાં સંયોગિક પૂરાવાએ મહત્વના છે. પીડિતા અને આરોપી વચ્ચે સમાધાન થાય તો એ સજાથી બચી શકતો નથી અને તેને 20 વર્ષની સજા ફટકારી હતી.