નવી દિલ્લીઃ આજકાલ ઈન્ટરનેટ પર જાતજાતની જાહેરાતો આવતી હોય છે. જેમાં કેટલીક જાહેરાતો તો લોકોના મોબાઈલમાં લિંક મારફતે કે વોટ્સએપ અથવા મેસેજ મારફતે આવે છે. આવી જ એક જાહેરાતે ભારે ચર્ચા જગાવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતુંકે, મનગમતી મહિલાને પસંદ કરો, તેની સાથે સેક્સ કરો, શરીસ સુખ માણો અને ત્યાર બાદ તેને પ્રેગનન્ટ બનાવીને લાખો રૂપિયાની કમાણી કરો. બાળક ઝંખતી મહિલાને ગર્ભવતી બનાવવાની અવેજમાં તમને જંગી ઈનામ આપવામાં આવશે જે લાખો રૂપિયામાં હશે. આવી જાહેરાતોથી ચાલતુ હતું મસમોટું કૌભાંડ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિસ્સો વિદેશનો નથી આપણાં ત્યાંનો જ છે. આ કિસ્સો છે, બિહારના નવાદા ખાતે સાયઇબર ક્રાઈમના વિરાટરૂપના દર્શન થયા છે. બિહારમાં સાઇબર ગેંગે જે તરકીબ અપનાવી તે જાણીને લોકો દંગ થઈ ગયા. છે. બિહારમાં ઓલ ઈન્ડિયા પ્રેગનન્ટ જોબ એજન્સીના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.


નવાદા જિલ્લામાં કોઈક કારણસર ત્યાર સગર્ભા થવા અક્ષમ રહેલી અભાગી ધાયા મહિલાઓને સ્વૈચ્છિકપણે ગર્ભવતી લીધા બનાવવા અને બદલામાં જંગી ઈનામની શા છે. ઓફર કરતી એજન્સીનું સંચાલન કરતી એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી ‘ઓલ ઇન્ડિયા પ્રેગનન્ટ જોબ એજન્સી' ચલાવતી હતી અને સ્વૈચ્છિક રીતે અભાગી મહિલાઓને ગર્ભવતી બનાવવા ઇચ્છુક પુરુષોની ખુલ્લેઆમ નોંધણી કરતી હતી. નોંધણી કરાવનારને મહિલાની પસંદગી કરવાની પણ છૂટ હતી.


નોંધણી માટે પુરુષો પાસેથી નોંધણી ફી વસૂલવામાં આવતી હતી. પુરુષે પસંદ કરેલી મહિલા કેટલી હદે સુંદર અને આકર્ષક છે તે પ્રમાણે તેની પાસેથી રૂપિયા પાંચથી વીસ હજારની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પણ લેવામાં આવતી હતી. એજન્સીની આ સેક્સ ઓફર સેક્સ ભૂખ્યા યુવાનોને જાળમાં ફસાવવામાં કામિયાબ રહી હતી.


પોલીસે શુક્રવારે આ ટોળકીના આઠ લોકોની ધરપકડ કરી હતી. જોકે ટોળકીનો સૂત્રધાર મુન્નો ફરાર છે. આ ટોળકી નોંધણી માટે રૂપિયા ૭૯૯ વસૂલ કરતી હતી. તે પછી નોંધણી કરાવનારને મહિલાઓની તસવીરો મોકલીને મહિલા પસંદ કરવા કહેવામાં આવતું હતું. સેક્સ ભૂખ્યા લોકોને મહિલાને ગર્ભવતી બનાવવાની અવેજમાં રૂપિયા ૧૩ લાખ અને કદાચ સફળ ના થાય તો પણ રૂપિયા પાંચ લાખના આશ્વાસન ઈનામની ખાતરી આપવામાં આવતી હતી. ઈનામની રકમ પુરુષના બેન્ક ખાતામાં સીધી જમા થશે તેવો સધિયારો પણ આપવામાં આવતો હતો.


આ ટોળકી વોટ્સએપ નંબરો પર લોકોનો સંપર્ક સાધતી હતી. અભાગી મહિલાઓને ગર્ભવતી બનાવવા મદદ માંગતી હતી. પોતાના પતિ કે લિવ ઈન સંબંધોમાં ગર્ભવતી ના થઈ શકી હોય તેવી મહિલાને ગર્ભવતી બનાવવા મદદ માંગવામાં આવતી હતી. પોલીસે આ ટોળકીના આઠ લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી ૯ ફોન, ૨ પ્રિન્ટર અને સંખ્યાબંધ ડેટાશીટ જપ્ત કરી હતી.