All India Weather Update: હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસના ગેપ બાદ ફરીથી આકાશી આફત જોવા મળી રહી છે જેના કારણે તબાહીનો મંજર સર્જાયો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે રાજ્યમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. આ વરસાદથી રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે લોકોને થયેલા નુકસાનનું આકલન થઈ રહ્યું છે. ત્યારબાદ તેમને યોગ્ય વળતર આપવાનું કામ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો. જ્યારે  ઝારખંડ, બિહાર, સિક્કિમ અને ઉત્તરાખંડમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડ્યો. પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, દક્ષિણ અને મધ્ય ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો તથા તમિલનાડુના ઉત્તર તટ પર ચોમાસું રંગમાં જોવા મળ્યું. 


એ જ રીતે બિહાર, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુક્રવારે વરસાદ જોવા મળ્યો. કેરળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં એક કે બે સ્થળો પર હળવા સ્તરનો વરસાદ પડ્યો, જેનાથી ઉકળાટ વધેલો જોવા મળ્યો. 


આજે કેવું રહેશે હવામાન
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આજે દિલ્હી-એનસીઆર, ઉત્તર પંજાબ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં એક કે બે સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. એ જ રીતે આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેરળ તથા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદના એંધાણ છે. 


એજન્સીના જણાવ્યાં મુજબ ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર તેલંગણામાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટકના કાંઠા વિસ્તાર, સિક્કિમમાં વરસાદની વકી છે. 


ગુજરાત માટે કરાઈ છે આ આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. પરંતુ આજથી ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે. 


ગુજરાતમાં અંબાલાલ પટેલની પણ તોફાની આગાહી
iગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદનું જોર ફરી એકવાર જોવા મળશે. ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ થશે, ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળળશે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે.


અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ, કડી તથા તેની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, અને મોડાસામાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક ભાગમાં હળવા તો કેટલાક ભાગમાં ઝાપટાં તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આગામી 30 અને 31 તારીખ સુધીમાં બંગાળના ઉપસાગરમાં બીજુ એક વહન બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. મઘા નક્ષત્રમાં વરસાદ પડવાનો હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. સૌરાષ્ટ્રના દરિયકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


ઓગસ્ટ માસના અંતિમ બે સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે. અલનીનોના કારણે વરસાદ વધતા ઓછા પ્રમાણમાં રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. તમને જણાવી દઈએ કે હાલ સુધી રાજ્યમાં 29 ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ છે.