IMD all India Weather Forecast: દેશભરના રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે એટલે કે 27મી માર્ચના રોજ દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી અપાયેલી જાણકારી મુજબ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. જેની અસરથી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત 29મી માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે વરસાદની ગતિવિધિઓમાં તીવ્રતા લઈને આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આ વિસ્તારોમાં પડી શકે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે એટલે કે 27મી માર્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા જોવા મળશે. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉપર હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરાના આંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિ જોવા મળી શકે છે. 


28મી માર્ચે અહીં પડશે વરસાદ!
હવામાન વિભાગ તરફથી અપાયેલી જાણકારી મુજબ 28મી માર્ચે હિમાચલ પ્રદેશમાં ભારે પવન ફૂંકાવવાની સાથે હિમવર્ષા જોવા મળી શકે છે. આ સાથે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાઈ શકે છે, વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ, હરિયાણા અને ચંડીગઢના આંતરિયાળ વિસ્તારોમાં વીજળી ચમકવાની સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube