All India Heavy Rain Alert: ચોમાસાના બીજા રાઉન્ડે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તબાહી મચાવેલી છે. છેલ્લા 2 દિવસના વરસાદથી હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 60 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા આ આંકડો હજુ વધી શકે છે. રાજધાની શિમલામાં તબાહી અટકવાનું નામ લેતી નથી. શિમલાના લાલપાની વિસ્તારમાં ઝાડ પડવાના કારણે સ્લોટર હાઉસ અને અન્ય ઈમારતો ઝપેટમાં આવી ગઈ. બીજી બાજુ ગુજરાતમાં જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદ અંગે શું આગાહી કરે છે તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દર સિંહ સુક્ખુએ રાજ્યમાં વરસાદના કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જો તેમના મકાનમાં તિરાડ આવે તો તેઓ તરત તેને ખાલી કરી નાખે. આ સાથે જ તેમણે બુધવારે એટલે કે આજ માટે શિમલા સહિત વરસાદવાળા વિસ્તારોમાં શાળા કોલેજો  બંધ રાખવાની જાહેરાત કરી છે. 


રાજ્ય પ્રશાસનની અપીલ પર ભારતીય સેનાએ પોતાની અનેક ટુકડીઓ રાજ્યમાં રાહત અને બચાવકાર્યો માટે ઉતારી છે. સેનાની આ ટુકડીઓ શિમલા, ફતેહપુર, ઈન્દોરા અને કાંગડા જિલ્લામાં તૈનાત કરાઈ છે. આ જિલ્લાઓમાં વરસાદનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણએ થઈ રહેલી ત્રાસદીના કારણે ત્યાં ફરવા આવેલા વિદેશી પ્રવાસીઓ અનેક ઠેકાણે ફસાઈ ગયા છે. તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. 


ભારે વરસાદનું એલર્ટ
ઉત્તરાખંડમાં પણ મૂશળધાર વરસાદના કારણે અનેક પુલ અને રસ્તા વહી ગયા છે. જેના કારણે લોકો ફસાયેલા છે. ઉત્તરાખંડના દહેરાદૂન, ટિહરી, પૌડીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકી જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પોલીસ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. ચારધામ યાત્રા પર આવી રહેલા લોકોને અપીલ કરાઈ છે કે તેઓ હવામાનની સ્થિતિ જોયા બાદ જ રાજ્યની મુસાફરીનો પ્લાન કરે. 


હવે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તે પણ ખાસ જાણો. 


અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને એક ભયાનક આગાહી કરી છે. રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 


અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.


અંબાલાલ પટેલે જણાવ્યું કે, 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.