અંબાલાલની આગાહી: ગુજરાતમાં 27 તારીખથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારોને મેઘરાજા બરાબર ઘમરોળશે
Gujarat Weather Update: દેશભરમાં ચોમાસું બરાબર બેસી ગયું છે. ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોર વધશે. પાંચ ઓગસ્ટ સુધી ભેજની અસરથી પશ્ચિમ ભારત પર અસર રહેશે.બીજી બાજુ હવામાનની આગાહી કરનારા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે.
Gujarat Weather Update: દેશભરમાં ચોમાસું બરાબર બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 26 જુલાઈ સુધી પશ્ચિમ તટ પર અને 25-27 જુલાઈ દરમિયાન તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીએ 26થી 27 જુલાઈ દરમિયાન પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આગાહી છે. 28થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ ભારતમાં પણ વરસાદની વકી છે. આઈએમડીના જણાવ્યાં મુજબ 26થી 29 જુલાઈ સુધી ભારતના વિભિન્ન ક્ષેત્રો માટે હવામાનના પૂર્વાનુમાનમાં હળવો અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હવે વધશે વરસાદનું જોર
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોર વધશે. પાંચ ઓગસ્ટ સુધી ભેજની અસરથી પશ્ચિમ ભારત પર અસર રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી.
અંબાલાલ પટેલની આગાહી
બીજી બાજુ હવામાનની આગાહી કરનારા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે મંગળવારે બહાર પાડેલા પોતાના બુલેટિનમાં કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી વરસાદની વકી છે 26 અને 27 જુલાઈના રોજ અલગ અલગ જગ્યાઓ પર ખુબ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ રાજસ્થાનમાં 26 અને 27 તારીખ સુધી તથા પશ્ચિમ રાજસ્થાનનાં આજે વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીરમાં 26 અને 27 જુલાઈના રોજ વરસાદ પડશે. કેટલાક સ્થળો પર ભારે વરસાદના એંધાણ છે.
મધ્ય ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વિદર્ભ અને છત્તીસગઢમાં મંગળવારથી શુક્રવાર સુધી વરસાદ પડશે, 26 અને 27 જુલાઈના રોજ અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં 26થી 28 જુલાઈ સુધી વરસાદ પડશે. જ્યારે 27 જુલાઈના રોજ કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડે તેમ છે.
પશ્ચિમ ભારત, કોંકણ, ગોવા જેવા ક્ષેત્રો અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં શનિવાર સુધી વ્યાપક વરસાદ પડશે જ્યારે આજે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, યનમ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, અને કેરળ તથા માહેમાં 27 જુલાઈ સુધી વરસાદ પડશે. જ્યારે તેલંગણામાં શુક્રવાર સુધી વરસાદ પડશે.
કાંઠા વિસ્તારો અને ઉત્તર આંતરિક કર્ણાટક અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે વરસાદની શક્યતા છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં 29 જુલાઈ સુધી તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 તથા 29 જુલાઈના રોજ ખુબ વરસાદ પડે તેવી શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં 27 અને 28 જુલાઈના રોજ ખુબ વરસાદ પડવાની વકી છે.