Weather Forecast:3 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ જતા ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આફત, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Gujarat Weather Forecast: દેશભરમાં પારો ગગડવા લાગ્યો છે. અલગ અલગ રાજ્યોમાં સવાર તથા સાંજના સમયે ઠંડી મહેસૂસ થવા લાગી છે. અનેક રાજ્યોમાં જો કે કમોસમી વરસાદના કારણે મુશ્કેલીઓ પણ વધી છે. આ બધા વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશભરમાં પારો ગગડવા લાગ્યો છે. અલગ અલગ રાજ્યોમાં સવાર તથા સાંજના સમયે ઠંડી મહેસૂસ થવા લાગી છે. અનેક રાજ્યોમાં જો કે કમોસમી વરસાદના કારણે મુશ્કેલીઓ પણ વધી છે. આ બધા વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી મોસમનો મિજાજ બદલાઈ જશે. આ ઉપરાંત ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં ભારે વરસાદ, આંધી તોફાન અને કરા પડવાની સંભાવના છે.
આ ઉપરાંત 28 નવેમ્બર સુધી પશ્ચિમી હિમાલયી વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે આંધી તોફાન આવી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 27 નવેમ્બર, મધ્ય ભારતમાં 29 નવેમ્બરથી ઠંડી વધશે. લગભગ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની પાસે પહોંચી ગયું છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આશા કરી શકો છો.
આ પાંચ રાજ્યોના ઊંચા વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. આજે હવામાનની વાત કરીએ તો સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કોંકણ ગોવા, ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગો અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ શક્ય છે. આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ અને તેલંગણામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલય પર હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
ગુજરાત પર કમોસમી વરસાદનો માર
હવામાન નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી 3 સિસ્ટમ એક સાથે સક્રીય હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લગભગ 40 કિમીની ઝડપ સુધીનો પવન ફૂંકાયો છે અને કમોસમી વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા છે. આ ત્રણેય સિસ્ટમ સક્રિય હોવાથી હજુ પણ રાજ્યભરના વાતાવરણમાં પલટો અને વરસાદ રહી શકે છે. તથા તાપમાનમાં ઘટાડો પણ યથાવત રહેશે.
રાજ્ય હવામાન ખાતાના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી અને હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી ગઈ છે આથી સોમવારે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. પરંતુ દ.ગુજરાત, અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી ભારે મધ્યમ વરસાદી ઝાપટા તથા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ક્યાં ક્યાં વરસાદની છે આગાહી
આગામી 24 કલાક દ.ગુજરાતના વિસ્તારો જેમ કે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ જેવા વિસ્તારો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. જેના કારણે સોમવારે સવારથી સાંજ સુધીમાં હળવાથી મધ્યમ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, તેમજ બોટાદ જેવા વિસ્તારો, અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ જેવા વિસ્તારો માટે પણ કમોસમી વરસાદનું એલર્ટ જાહેર કરેલું છે. ગુજરાતમાં આ કમોસમી વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિના કારણે 18 લોકોએ જીવ ગુમાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube