Rajasthan school stabbing: ઉદયપુર એટલે એ પિકનિક સ્પોટ જ્યાં ગુજરાતીઓ છાશવારે ફરવા નીકળી પડતા હોય છે. અમદાવાદથી નજીક આવેલુ હોવાથી જો બે દિવસની રજા મળે તો ઉદયપુર ગુજરાતીઓથી ભરાઈ જાય છે. તેમાં પણ શનિવાર-રવિવારની રજા અને રક્ષાબંધનની રજા સાથે આવે છે. લાંબી રજાઓને કારણે અમદાવાદીઓ ફરવાનો પ્લાન બનાવે છે. તેથી જો તમે ઉદયપુર ફરવા જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. કારણ કે, આખા શહેરમાં હિંસા ભડકી છે. હુમલાની એક ઘટના બાદ આખુ ઉદયપુર બંધ થઈ ગયું છે. એટલુ જ નહિ, શહેરમાં ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો બન્યા છે. હાલ શહેરમાં 144 ની કલમ લાગુ કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં તળાવોના શહેર તરીકે પ્રખ્યાત ઉદયપુર સાંપ્રદાયિક હિંસાની આગમાં બળીને ખાખ થઈ ગયું. કન્હૈયા લાલ ટેલરની હત્યા બાદ શહેરમાં ભાઈચારો વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં અવાર-નવાર તણાવ જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં ફરી તણાવ જોવા મળ્યો છે.


  • પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

  • એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ બગડ્યો શહેરનો માહોલ

  • આગજની અને તોડફોડ બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ

  • આજે રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા રહેશે બંધ

  • આગામી આદેશ સુધી તમામ શાળા અને કોલેજ બંધ રહેશે


શું બન્યું હતું 
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, શુક્રવારે ક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. શહેરમાં ધોરણ10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચાકુ મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના બાદ શહેરમાં તણાવનો માહોલ ફેલાય છે. લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા.આ ઘટના સવારે 10:30 વાગ્યે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટ્ટિયાની ચોહટ્ટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. 


કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું- હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ચેટના વીડિયો પણ વાયરલ થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ જાનથી મારવાની ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે.


હાલ ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલાં હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી. ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ. અગમચેતીના ભાગરૂપે પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું- હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.


રાતથી ઈન્ટરનેટ બંધ
પોલીસે જણાવ્યું કે, આ ઘટનાના વિરોધમાં કેટલાક હિન્દુ સંગઠનોના સદસ્ય શહેરમાં મધુબન વિસ્તારમાં એકત્રિત થયા હતા. ભીડે પથરાવ કર્યો હતો, અને ત્રણ-ચાર કારને આગ લગાવી હતી. શુક્રવારે સાંજ સુધી તણાવ વધતા બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારમાં બજાર બંધ કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં તણાવનો માહોલ છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.