નવી દિલ્હી: વર્ષમાં 4 નવરાત્રિ હોય છે. ચૈત્ર અને શારદા નવરાત્ર તેમાંથી વધુ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વર્ષમાં 2 વાર ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri)  પણ ઉજવવામાં આવે છે જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ વધુ પ્રસિદ્ધ નથી આથી તેના વિશે ઓછા લોકો જાણતા હોય છે. હિન્દુ પંચાગ મુજબ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ આજથી એટલે કે 12 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ રહી છે જે 21 ફેબ્રુઆરી રવિવારે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે કારણ કે ષષ્ઠી તિથિ બે દિવસ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના 9 રૂપ સાથે જ તેમની 10 મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ત નવરાત્રિમાં બની રહ્યા છે અનેક શુભ યોગ
એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગા (Goddess Durga) ની પૂજાને જેટલી વધુ ગુપ્ત રીતે કરવામાં આવે તે પૂજાનું એટલું જ વધુ ફળ મળે છે. આ વર્ષે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) માં અનેક શુભ યોગ બની રહ્યા છે. જે છે સર્વાર્થસિદ્ધિ યોગ, ત્રિપુષ્કર અમૃતસિદ્ધિ અને રાજયોગ. આ શુભ યોગોના કારણે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઈ પણ શુભ અને મંગળ કાર્ય શરૂ કરી શકાય છે. આ ઉપરાંત કળશ સ્થાપનાના દિવસ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ શનિ, ગુરુ, સૂર્ય અને બુધનો પંચગ્રહી યોગ મકર રાશિમાં એક સાથે બની રહ્યો છે જે આ દિવસને વધુ શુભ બનાવી રહ્યો છે. 


અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!


ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજા વખતે આ ભૂલો ન કરતા
- ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરનારા વ્યક્તિએ ચામડાથી બનેલી કોઈ પણ વસ્તુ ભૂલેચૂકે ઉપયોગમાં ન લેવી. આ સાથે જ કાળા કપડાં પણ ન પહેરવા. 
- ગુપ્ત નવરાત્રિના દિવસોમાં કોઈ પણ પશુ કે પક્ષી, જીવજંતુને ન મારવા કે સતાવવા. આ સાથે જ માંસ કે મદિરાનું સેવન ન કરવું. લસણ-ડુંગળીવાળા ભોજનથી બચવું. આમ નહીં કરો તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 
- ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગુસ્સો ન કરવો અને કોઈને અપશબ્દ ન બોલવા. ઘરમાં ઝગડો કે કલેશ કરવાથી પણ બચો. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. 
- નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું ખુબ મહત્વ છે આથી ભૂલેચૂકે આ દરમિયાન કોઈ  કન્યાનું અપમાન ન કરવું. તેને મારવું નહીં અને કષ્ટ ન આપવું. 
- આ ઉપરાંત ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ કાપવા, દાઢી કરવા કે નખ કાપવાને પણ અશુભ ગણવામાં આવે છે. આથી આ 9 દિવસ દરમિયાન આ કાર્યો ન કરવા. 
- ગુપ્ત નવરાત્રિ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી માતા દુર્ગાની પૂજા કોઈને જણાવ્યાં વગર બંધ રૂમમાં કરવી જેથી કરીને પૂજા વખતે કોઈ તમને જૂએ નહીં. ખુલ્લા સ્થળે પૂજા કરવાથી તેનું ફળ સારું મળતું નથી. 


જો સપનામાં તમને આ 5 વસ્તુ દેખાય તો સમજી લેજો...તમે થઈ જશો માલામાલ! અપાર સંપત્તિના સંકેત


ગુપ્ત નવરાત્રિમાં વિધિપૂર્વક પૂજા કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે. ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરશો તો ખુબ જ શુભ ફળ માતા પ્રદાન કરશે. 


12 ફેબ્રુઆરી પ્રતિપદા તિથિ- માતા શૈલપુત્રી, કળશ સ્થાપના
13 ફેબ્રુઆરી દ્વિતિયા તિથિ- માતા બ્રહ્મચારિણીની પૂજા
14 ફેબ્રુઆરી તૃતિયા તિથિ- માતા ચંદ્રઘંટાની પૂજા
15 ફેબ્રુઆરી ચતુર્થી તિથિ- માતા કુષ્માંડાની પૂજા
16 ફેબ્રુઆરી પંચમી તિથિ- માતા સ્કંદમાતાની પૂજા
17 અને 18 ફેબ્રુઆી ષષ્ઠી તિથિ- માતા કાત્યાનીની પૂજા
19 ફેબ્રુઆરી સપ્તમી તિથિ- માતા કાલરાત્રિની પૂજા
20 ફેબ્રુઆરી અષ્ટમી તિથિ- માતા મહાગૌરી, દુર્ગા અષ્ટમી
21 ફેબ્રુઆરી નવમી તિથિ- માતા સિદ્ધિદાત્રિ, વ્રત પારણા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube