નવી દિલ્હીઃ Guru Margi 2022: જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂને ધન, યશ, સંપદા, જ્ઞાન તથા સુખ-સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવ્યો છે. જે જાતકોની કુંડળીમાં ગુરૂ ગ્રહની સ્થિતિ શુભ હોય છે, તેને જીવનમાં દરેક પ્રકારની ખુશી મળે છે. ગુરૂ 24 નવેમ્બરે સ્વરાશિ મીનમાં માર્ગી થવાના છે. ગુરૂના માર્ગી થવાનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર જોવા મળશે. ગુરૂની મીન રાશિમાં સીધી ચાલને કારણે ઘણી રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે અને કરિયરમાં સફળતા હા સિલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂ મીન રાશિમાં કેટલા વાગે થશે માર્ગી
ગુરૂ મીન રાશિમાં 24 નવેમ્બરે સવારે 4 કલાક 36 મિનિટ પર માર્ગી થશે. 


ગુરૂના માર્ગી થવા પર આ રાશિઓને મળશે લાભ-
1. વૃષભ રાશિઃ
ગુરૂ તમારી રાશિના આઠમા તથા લાભના સ્થાનનો સ્વામી છે. ગુરૂનું મીન રાશિમાં માર્ગી થવુ તમારા માટે લાભકારી રહેશે. આ સમયગાળામાં તમને કાર્યોમાં સફળતા મળશે. ધઠન લાભનો યોગ બનશે. ભાગ્યનો સાથ મળશે. રોકાણથી ધનલાભની શક્યતા છે. નોકરી તથા વેપારમાં પ્રગતિ થઈ શકે છે. કાર્યસ્થળ પર ઉચ્ચઅધિકારીઓનો સહયોગ મળશે. 


આ પણ વાંચોઃ મથુરા: સૂટકેસમાંથી મળેલી લાશ મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો


2. કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે દેવગુરૂનું મીન રાશિમાં પરિવર્તન લાભકારી રહેશે. આ દરમિયાન તમને નવી તક મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો. 


3. વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોનો સારો સમય શરૂ થવાનો છે. ગુરૂ ગ્રહના મીન રાશિમાં માર્ગી થવાથી નોકરીમાં પ્રમોશન તથા પગારમાં વધારાનો યોગ બનશે. પાર્ટનરશિપના કામમાં લાભ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. પિતાના સહયોગથી નવા કામની શરૂઆત કરી શકો છો. કાર્યસ્થળ પર ઉચ્ચધિકારી પ્રસન્ન રહેશે. નવી જવાબદારી મળી શકે છે. 


4. મીન રાશિઃ ગુરૂ તમારી રાશિનનો સ્વામી ગ્રહ છે. ગુરૂ તમારી રાશિમાં માર્ગી થઈ રહ્યો છે. તેવામાં ગુરૂની કૃપાથી તમને નવા અવસરો પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા મળી શકે છે. લગ્નના નવા પ્રસ્તાવ આવશે. યાત્રા પર જવાનો યોગ બનશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube