નવી દિલ્હી: આજે ગુરુ પૂર્ણિમા (Guru Purnima 2021) છે. આદિગુરુ મહર્ષિ વેદ વ્યાસની જન્મતિથિ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ગુરુની પૂજા કરીને, તેમનું સન્માન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. ગુરુના માર્ગદર્શનથી માત્ર જીવનને યોગ્ય દિશા જ મળે છે એવું નવથી પરંતુ તેમના આશીર્વાદ વ્યક્તિને સફળ પણ બનાવે છે. એટલે જ કહેવાય છે કે ગુરુ દીક્ષા વગર વ્યક્તિના જાપ, પૂજા પાઠ નિષ્ફળ રહી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ગુરુ દીક્ષા ન લીધી હોય તો...
જે લોકોએ ગુરુ દીક્ષા લીધી છે, તે લોકો આ દિવસે પોતાના ગુરુની પૂજા કરે છે પરંતુ હવે સવાલ એ છે કે જે લોકોએ દીક્ષા નથી લીધી તો તેઓ કોની પૂજા કરે. આ માટે ધર્મ પુરાણોમાં કહેવાયું છે કે આવા લોકો ભગવાન વિષ્ણુને પોતાના ગુરુ માનીને તેમની પૂજા કરે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા થાય છે. આ ઉપરાંત જેમણે અત્યાર સુધી કોઈને પણ પોતાના ગુરુ નથી બનાવ્યા તે લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ દીક્ષા લેવા માટે યોગ્ છે. આ માટે કોઈ વિદ્વાન આધ્યાત્મિક વ્યક્તિને શોધો અને તેમની પાસેથી દીક્ષા લો, જેથી કરીને સારા ખરાબ સમયે તે તમારું માર્ગદર્શન કરી શકે. 


આ રીતે કરો પૂજા
ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે જલદી ઊઠીને સ્નાન કરો. ભગવાન વ્યાસજીને નમન કરો. તેમને તિલક લગાવો. માળા પહેરાવો, પૂજા ઘરમાં દીપક પ્રગટાવો. ત્યારબાદ તમારા ગુરુના આશીર્વાદ લો. કોરોના મહામારીના કારણે ગુરુ ન મળી શકે તો ઘરમાં જ તેમની પૂજા કરો. આ માટે તેમના ફોટાના તિલક લગાવો. ફૂલ અર્પણ કરો. ગુરુ મંત્રનો જાપ જરૂર કરો. તેમના આશીર્વાદ લો. આજના દિવસે ગુરુને તમારા સામર્થ્ય મુજબ ભેટ આપવી જોઈએ. 


નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube