આજે એટલે કે 25 ઓગસ્ટ 2022ના રોજ દુર્લભ ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ પુષ્ય યોગનું વિશેષ મહત્વ છે. વર્ષમાં ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બેથી ત્રણ દિવસ જ બને છે. ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગમાં શુભ ખરીદી અને શુભ કાર્યોની શરૂઆત કરવી ખુબ જ શુભ અને ફળદાયી મનાય છે. જે પ્રકારે  દીવાળીમાં શુભકાર્ય કરવાથી અને શુભ ખરીદી કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે તે જ રીતે ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગ પર શુભ કાર્યની શરૂઆત કરવી અને નવી ચીજોની  ખરીદી ક રવી અત્યંત શુભ ફળદાયી હોય છે. આજે 10 મહાયોગ સાથે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ 1500 વર્ષ બાદ ફરીથી બની રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ ગણતરી મુજબ 25 ઓગસ્ટના રોજ સૂર્યોદયની સાથે જ તમામ 27 નક્ષત્રોમાંથી સૌથી ઉત્તમ અને શુભ ફળ આપનારું પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ગયું. આ પુષ્ય નક્ષત્ર સાંજે 4.16 વાગ્યા સુધી રહેશે. 25 ઓગસ્ટના રોજ સમગ્ર દિવસ શુભ ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી આ મહામુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવા શુભ અને ફળદાયી રહેશે. જ્યોતિષ મુજબ ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર પડે તો ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. આ શુભ સંયોગમાં મકાન ખરીદી, ફ્લેટ ખરીદી, જમીનમાં રોકાણ, નવા કાર્યોનો શુભારંભ, ગૃહ પ્રવેશ, જ્વેલરી, વાહન કે અન્ય લક્ઝરી વસ્તુની ખરીદી કરવી ખુબ શુભ મનાય છે. 


અનેક વર્ષો બાદ આ સંયોગ
ગુરુ-પુષ્ય નક્ષત્રનો સંયોગ વર્ષમાં બે કે ત્રણ વાર બનતો હોય છે. પરંતુ આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રના યોગ સાથે ગ્રહોનો એવો સંયોગ બની રહ્યો છે જે છેલ્લા લગભગ 1500 વર્ષ બાદ ફરીથી બની રહ્યો છે. જ્યોતિષ ગણતરી મુજબ 25 ઓગસ્ટના રોજ ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગના દિવસે સૂર્ય સિંહ  રાશિ, ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, બુધ કન્યા રાશિમાં અને ચંદ્રમા કર્ક રાશિમાં રહેશે. આ તમામ 5 ગ્રહ આ દિવસે પોતાની જ રાશિમાં રહેશે. જે ખુબ જ શુભ સંયોગ છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે શનિ અને ગુરુ બંને ગ્રહ ખાસ પ્રકારનો યોગ પણ બનાવી રહ્યા છે. કારણ કે આ બંને ગ્રહ સ્વરાશિમાં હોવાની સાથે શનિ ગ્રહ પુષ્ય નક્ષત્રના સ્વામિ છે અને પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ ગ્રહ છે. શુભ ગ્રહોનો આવો સંયોગ અનેક સદીઓ બાદ બની રહ્યો છે. 


5 ગ્રહોના સંયોગ સાથે આ દિવસ સર્વાર્થસિદ્ધિ, અમૃત સિદ્ધિ અને વરિયાન નામના ત્રણ મોટા અને શુભયોગ સાથે 10 યોગ પણ બની રહ્યા છે. આ યોગોમાં શુભકર્તરી, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચરી, હર્ષ, સરળ અને વિમલ જેવા રાજયોગ પણ સામેલ છે. આવામાં દીવાળીથી બે મહિના પહેલા બનેલા ગુરુ પુષ્ય સંયોગમાં ખરીદી અને શુભકાર્યની શરૂઆત કરવી ખુબ જ શુભ અવસર છે. 


એવી ધાર્મિક માન્યતા છે કે  ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર પડવાના કારણે તેનું મહત્વ ખુબ વધી જાય છે. આ શુભ યોગમાં સોના અને સોનાથી બનેલા આભૂષણોની ખરીદી કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ ચાર્તુમાર્સમાં ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધના કરવી શ્રેષ્ઠ છે. આવામાં ગુરુ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી ખુબ જ શુભ ગણવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube