નવી દિલ્હીઃ ગુરુગ્રામથી એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે. એપાર્ટમેન્ટમાં બાંધકામ હેઠળની છત ધરાશાયી થતાં બે મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા એક્સપ્રેસ વે પાસે સર્જાયો હતો અકસ્માત
આ અકસ્માત ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસ વે પર સ્થિત એક નિર્માણાધીન એપાર્ટમેન્ટમાં સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ એપાર્ટમેન્ટમાં લોકો પહેલાથી જ રહે છે. એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગના છઠ્ઠા માળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.

RBI ગર્વનરે જણાવ્યું, ક્યારે આવશે ડિજિટલ કરન્સી, બજેટમાં નાણામંત્રીએ કર્યો હતો ઉલ્લેખ


લેંટર પડી જવાથી કામદારોના મોત
છતના બાંધકામ દરમિયાન લેંટર પડી જવાથી મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 5 થી 6 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.


રાહત અને બચાવ કાર્ય શરૂ
દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ એપાર્ટમેન્ટ ગુરુગ્રામના સેક્ટર 109માં આવેલું છે.


(ઇનપુટ - દેવેન્દ્ર ભારદ્વાજ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube