જેમણે અમને જીતાડ્યા તેઓ પણ અમારા, જે જીતાડવામાં ચૂક્યા તેઓ પણ અમારા: પીએમ મોદી
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.
તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.
ગુરુવાયૂરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાને કહ્યું કે, 'જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે, તે આ વખતની ચૂંટણીમાં સારીપેઠે જોવા મળ્યું. રાજકીય પક્ષો જનતાના મિજાજને ઓળખી શક્યા નહીં. પરંતુ જનતાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો. હું માથું નમાવીને જનતાને નમન કરું છું.' મોદીએ ગુરુવાયૂરને પુણ્ય ભૂમિ તરીકે ગણાવી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...