Gyanvapi Issue: નવો નહીં ખૂબ જુનો છે જ્ઞાનવાપી મામલો, 1959માં થયો હતો સત્યાગ્રહ
Satyagraha on Gyanvapi Issue: જ્ઞાનવાપી મામલાની વાત કરીઓ તો આ નવો મુદ્દો નથી, ખુબ જૂનો છે. આ મુદ્દો ભારતની આઝાદી પહેલા પણ ઉઠાવવામાં આવ્યો હતો. આઝાદી બાદ તેને લઈને સત્યાગ્રહ થઈ ચુક્યો છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો છવાયેલો છે. દરેક જગ્યાએ આ મામલાની ચર્ચા થઈ રહી છે. પરંતુ કેટલાક રિપોર્ટ પ્રમાણે આ મામલો નવો નથી પરંતુ દેશની આઝાદી પહેલાથી ઉઠાવવામાં આવી રહ્યો છે. જાણો શું છે પૂરો મામલો....
વ્યાસપીઠથી ઉઠ્યો હતો મામલો
'દૈનિક જાગરણ'ના રિપોર્ટ પ્રમામે જ્ઞાનવાપી મામલો ભારતની આઝાદી પહેલા પણ ઉઠતો હતો. પરંતુ તે સમયે આ મુદ્દો મંદિર-મસ્જિદનો નહીં પરંતુ માલિકી હકનો હતો. આ મામલાને સૌથી પહેલા વ્યાસપીઠથી ઉઠાવવામાં આવ્યો હતો. તેમાં કેટલીક હદ સુધી વ્યાસ પરિવારને સફળતા મળી હતી.
દાખલ કરવામાં આવી હતી અરજી
તો દેશને આઝાદી મળ્યા બાદ 15 ઓક્ટોબર 1991માં સોમનાથ વ્યાસે જ્ઞાનવાપી પરિવરમાં મંદિરના નિર્માણ અને પૂજા-પાઠને લઈને અરજી દાખલ કરી હતી. તેમના મૃત્યુ બાદ વિજય શંકર રસ્તોગીએ આગળ વધારી. તેમના પ્રાર્થના પત્ર પર પાછલા વર્ષે સિવિલ જજ સીનિયર ડિવિઝનની અદાલતે પુરાતાત્વિક સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ આદેશ પર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચોઃ સન ટાવર છે કુતુબ મીનાર, રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું નિર્માણ, પૂર્વ અધિકારીનો મોટો દાવો
1959માં સત્યાગ્રહ
આઝાદ ભારતમાં જ્ઞાનવાપી પરિસરને કબજામાંથી મુક્ત કરાવવા માટે સત્યાગ્રહ થઈ ચુક્યો છે. 1959માં આ સત્યાગ્રહ ગોરક્ષપીઠાધીશ્વર મહંત દિગ્વિજયનાથ મહારાજ અને કાશી વિશ્વનાથ મંદિરના પુનરૂદ્વારને લઈને શરૂ થયેલા આહ્વાન બાદ થયો હતો. તેની આગેવાની હિન્દુ મહાસભાના સંગઠન મંત્રી શિવકુમાર યોગલે કરી હતી. પરંતુ શાંતિ ભંગના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી ત્રણ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 1969માં ઔરંગઝેબે જ્ઞાનવાપી પરિસર સ્થિત મંદિર ધ્વસ્ત કરાવી મસ્જિદનું નિર્માણ કરાવ્યુ હતું. જ્ઞાનવાપી પરિસર વ્યાસ પરિવારનો હતો. મંદિર વિસ્તારીકરણ તથા સુંદરીકરણ પરિયોજનાની શરૂઆત થઈ તો મંદિર તંત્ર તરફથી વ્યાસ આવાસ ખરીદવાની જરૂરીયાત અનુભવાય તો પંડિત સોમનાથ વ્યાસ તથા એક અન્ય ભાઈના ઉત્તરાધિકારીએ તેને વેચી દીધુ, પરંતુ આવાસનું અસ્તિત્વ રહેવા સુધી પંડિત કેદારનાથ વ્યાસ તેમાં રહ્યા. જ્ઞાનવાપીમાં મોતીલાલ નેહરૂ, જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી સહિત દેશની અનેક હસ્તિઓ આવી ચુકી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube