Gyanvapi Masjid Video: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં હાલમાં જ સરવે હાથ ધરાયો અને સરવેના ત્રીજા અને અંતિમ દિવસે મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. હિન્દુ પક્ષનો એવો દાવો છે કે સરવે અને વીડિયોગ્રાફીથી આશા કરતા પણ વધુ પુરાવા મળી આવ્યા છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષે પણ દાવો કર્યો છે કે એવું કઈ મળ્યું નથી. જે શિવલિંગ હોવાનો દાવો કરાયો છે તે એક ફૂવારો છે. આ બધા વચ્ચે ગઈ કાલે મસ્જિદની અંદરની જે જગ્યાએથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે ત્યાંનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. હવે બીજો એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયેલો આ વીડિયો એક વર્ષ જૂનો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોની શરૂઆતમાં જાળીનો એક ગેટ છે અને બીજી બાજુ નંદી જોવા મળે છે. જ્યારે જાળીની એક બાજુ મસ્જિદનો એ ભાગ જોવા મળે છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે. એટલે કે વઝુખાનાનો ભાગ છે. જ્યારે જાળીની બીજી બાજુ એ જ લાઈનમાં નંદી દેખાય છે. સરવેનો રિપોર્ટ હાલ તૈયાર થઈ ગયો છે જેને બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો છે. 


Tamilnadu Accident Video: ધડાકાભેર બે બસો ટકરાઈ, બસ ડ્રાઈવર ઉછળીને પડ્યો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે


Heatwave: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજકાલ કેમ અસહ્ય ગરમી પડી રહી છે? આ 4 કારણ વિશે ખાસ જાણો 


Viral Video: શરમજનક! જાણીતી શાળાની વિદ્યાર્થીનીઓએ જાહેરમાં છૂટ્ટા હાથે કરી મારામારી, લાફા ઝીંક્યા, વાળ ખેંચ્યા


Gyanvapi Masjid Controversy: AIMPLB ની મહત્વની બેઠક, જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કેવી રીતે રોકવો તે માટે બનાવ્યો પ્લાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube