જ્ઞાનવાપીનો બીજો સર્વે રિપોર્ટ લીક, થયો મોટો ખુલાસો, જોવા મળી કાળી ગોળાકાર આકૃતિ
Gyanvapi Masjid Survey Report: જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં કોર્ટ કમિશનર વિશાલ સિંહે કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ લીક થઈ ગયો છે. તેની એક કોપી ન્યૂઝ ચેનલ પર ચાલી રહી છે.
વારાણસીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ચર્ચામાં છે. આ મામલામાં વિશેષ કોર્ટ કમિશનર વિશાલ સિંહે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરી દીધો છે. પરંતુ આ રિપોર્ટ લીક થઈ ગયો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ પર આ રિપોર્ટ ચાલી રહ્યો છે. તેમાં એવી વસ્તુનો ઉલ્લેખ છે જે સર્વે દરમિયાન ટીમને મળી હતી. રિપોર્ટમાં હિન્દુ પ્રતિકો મળવાની વાત કહેવામાં આવી છે.
આ દાવા કરાયા
સર્વેના બીજા રિપોર્ટમાં શિવલિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મસ્જિદની દિવાલો પ કમળ, ડમરૂ અને ત્રિશૂલના પ્રતિક ચિન્હો મળવા વિશે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોર્ટના આદેશ પર વારાણસી મસ્જિદનો સર્વે કરાવવામાં આવ્યો હતો.
કમિશનર વિશાલ સિંહના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે વઝૂખાનામાં પાણી ઓછુ કરવા પર 2.5 ફૂટની એક ગોળાકાર આકૃતિ જોવા મળી, જે શિવલિંગ જેવી છે. ગોળાકાર આકૃતિ ઉપરથી કાપેલી ડિઝાઈનનો અલગ સફેદ પથ્થર છે. જેમાં વચ્ચે અડધા ઈંચનો છેદ છે, જેમાં સીંક નાખવાથી 63 સેન્ટીમીટર ઉંડો જોવા મળ્યો. જેને વાદી પક્ષ શિવલિંગ કહ્યુ તો પ્રતિવાદી પક્ષે તેને ફુવારો કહ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે હિન્દુ પક્ષકારોએ સર્વે દરમિયાન કથિત ફુવારાને ચલાવીને દેખાડવાનું કહ્યું. પરંતુ મસ્જિદ કમિટીના મુંશીએ ફુવારો ચાલુ કરવામાં અસમર્થતા દાખવી હતી. તેના પર મસ્જિદ કમિટીએ ગોળગોળ જવાબ આપ્યા હતા. પહેલા 20 વર્ષ અને પછી 12 વર્ષથી તે બંધ હોવાની વાત કહી હતી. કથિત ફુવારામાં પાઇપ જવાની જગ્યા નહોતી.
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો રિપોર્ટ
ત્રણ દિવસના સર્વે બાદ રિપોર્ટ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે, હવે પ્રક્રિયા આગળ વધશે. એક તરફ હિન્દુ પક્ષનો દાવો છે કે તસવીરો અને વીડિયો તેના દાવાને મજબૂત કરશે, બીજી તરફ મુસ્લિમ પક્ષ કહી રહ્યો છે કે સર્વેથી કંઈ મળશે નહીં. તો સુપ્રીમ કોર્ટે અંઝુમન ઇંતજામિયા કમિટી તરફથી દાખલ અરજીમાં માંગ કરી હતી કે વારાણસી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર તત્કાલ પ્રતિબંધ લાગે અને જૂની યથાસ્થિતિને યથાવત રાખવામાં આવે. અરજીમાં પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો આપવામાં આવ્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube