Gyanvapi Masjid Row Live Updates: જ્ઞાનવાપી મસ્જિદ પર માહોલ ગરમાતો જાય છે. આજે સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી શરૂ થઇ છે. બીજી તરફ જ્ઞાનવાપી મસ્જિદમાં આજે શુક્રવારની નમાજ પણ થઇ હતી જેને લઇને ત્યાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી, ત્યાં ભીડ ખૂબ વધી ગઇ હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટમાં પણ જ્ઞાનવાપી સાથે જોડાયેલા મુદ્દે સુનાવણી થઇ, જેમાં 6 જુલાઇ સુધી ટાળી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા જજ કરશે વ્યવસ્થા
સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને પાછો જિલ્લા જજ પાસે ટ્રાંસફર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે જિલ્લા જજ જ વજૂ માટે વ્યવસ્થા કરે. કોર્ટે આદેશ આપ્યો કે નમાજમાં કોઇ વિધ્ન ન આવવું જોઇએ. મુસ્લિમ પક્ષના મામલાને ઝડપથી સાંભળવામાં આવે. 


જિલ્લા કોર્ટમાં થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું કે જિલ્લા જજ જ જ્ઞાનવાપી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે સુનાવણીની શરૂઆતમાં કહ્યું હતું કે આ કેસની સુનાવણી જિલ્લા જજ જ કરે. 


અહમદીએ કહ્યું કે પૂજા સ્થળના ધાર્મિક ચરિત્રને બદલવા પર સ્પષ્ટરૂપથી પ્રતિબંધ છે. આયોગની રચના કેમ કરવામાં આવી હતી? એ જોવાનું હતું કે ત્યાં શું હતું? 


જસ્ટિસ ચંદ્રચૂડ- કોઇપણ સ્થળના ધાર્મિક ચરિત્ર વિશે શોધવું વર્જિત નથી. માની લો કે કોઇ અગિયારી છે અને તેના બીજા ભાગમાં ક્રોસ છે. શું અગિયારીની ઉપસ્થિતિ ક્રોસને અગિયારી બનાવે છે? આ ક્રોસની ઉપસ્થિતિ અગિયારીને ઇસાઇનું સ્થાન બતાવે છે? 


ઇસાઇ ધર્મના એક લેખની ઉપસ્થિતિ તેને ઇસાઇ નહી બનાવે અને પારસીની ઉપસ્થિતિ તેને આમ નહી બનાવશે. 


શું ટ્રાયલ જજ અધિકાર ક્ષેત્રની બહાર જતા રહ્યા અને શું રિપોર્ટ લીક થયો હતો. આ અલગ-અલગ મુદ્દા છે. અમે પછીથી જોઇશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube