નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને આજે વારાણસીની જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. સુનાવણી શરૂ થતા અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટી તરફથી દલીલો રાખવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ પોતાની દલીલોમાં પૂરા મામલાને નકારવાની વાત કહેતો રહ્યો. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા પર વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે આ મામલાની સુનાવણીને 4 જુલાઈ સુધી ટાળી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આ પહેલા 26 મેથી પણ મુસ્લિમ પક્ષ તરફથી ઘણી દદીલો આપવામાં આવી જેમાં કેસને ટાળવાની વાત કહેવામાં આવી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને નકારવાની માંગ કરવામાં આવી સાથે દાવો કરવામાં આવ્યો કે જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગનહીં, વઝુખાનાનો ફુવારો છે. આ સિવાય કોર્ટ દરમિયાન પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ પર પણ ચર્ચા થઈ હતી. 


આ પણ વાંચોઃ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થશે સિંગર મૂસેવાલા હત્યા કેસની તપાસ, એક આરોપી ઝડપાયો  


મહત્વનું છે કે પાછલા શુક્રવારે 27 મેએ વારાણસી જિલ્લા કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી થઈ એટલે 27 મેએ વારાણસી જિલ્લા કોર્ટ આ મુદ્દા પર સુનાવણી થઈ હતી શું સર્વે રિપોર્ટ અને વીડિયોગ્રાફીને જાહેર કરવામાં આવે. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષનો મત અલગ-અલગ હતો. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટને વિનંતી કરી કે સર્વેક્ષણની તસવીરો અને વીડિયો જાહેર ન થવા દે. તો હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષની દલીલનો વિરોધ કર્યો નહતો. ત્યારબાદ વારાણસી જિલ્લા કોર્ટને આદેશ આપ્યો હતો કે 30 મેએ બંને પક્ષોને વીડિયો અને ફોટો આપવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે દિલ્હી નિવાસી રાખી સિંહ અને ચાર અન્ય મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અર્ચનાની મંજૂરી આપવા અને પરિસરમાં સ્થિત વિભિન્ન વિગ્રહોની સુરક્ષાનો આદેશ આપવા સંબંધી અરજી દાખલ કરી હતી. તેના પર સિવિલ જજ રવિ કુમાર દિવાકરની કોર્ટે 26 એપ્રિલે એક આદેશ જાહેર કરી જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની વીડિયોગ્રાફી સર્વે કરાવી 10 મે સુધી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube