જ્ઞાનવાપી કેસમાં હવે શું થશે, કાલે 2 કલાકે જણાવશે કોર્ટ, ચુકાદો સુરક્ષિત
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સોમવારે વારાણસી જિલ્લા જજની કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મામલાને સિવિલ જજની કોર્ટથી જિલ્લા જજને સોંપવામાં આવ્યો છે.
વારાણસીઃ સર્વોચ્ચ કોર્ટના આદેશ પર સોમવારે વારાણસી જિલ્લા જજમાં સુનાવણી શરૂ થઈ હતી. સિવિલ જજની કોર્ટથી તમામ ફાઇલો જિલ્લા જજની કોર્ટમાં પહોંચી ગઈ છે પરંતુ હજુ સુધી ફાઇલો જોવામાં આવી નથી. બંને પક્ષ તરફથી પોત-પોતાની માંગ રાખવામાં આવી પરંતુ કોર્ટે કોઈ ચુકાદો ન આપતા કાલ સુધી સુનાવણી ટાળી દીધી છે. કોર્ટ હવે મંગળવારે તે વાત પર સુનાવણી કરશે કે ક્યા મુદ્દે પહેલાં સુનાવણી થશે. મુખ્ય રૂપથી જિલ્લા જજની કોર્ટ કાલે તે નિર્ણય કરસે કે પહેલા અરજીની પોષણીયતાના કેસની સુનાવણી થાય કે શ્રૃંગાર ગૌરી પ્રકરણમાં આવેલા વિરોધને પહેલા સાંભળવામાં આવે.
કોર્ટમાં આશરે 45 મિનિટ સુધી બંને પક્ષોએ પોત-પોતાની વાતો રાખી હતી. હિન્દુ પક્ષ ઈચ્છતો હતો કે અન્યની સાથે તેમની સુનાવણી થાય. જ્યારે મુસ્લિમ પક્ષ ઈચ્છતો હતો કે પહેલા પોષણીયતા એટલે કે 711 (ઉપાસ્ના સ્થળ કાયદો) પર સુનાવણી થાય. વિષ્ણુ જૈન અનુસાર કોર્ટ કાલે તે નક્કી કરશે કે આ કેસની પ્રોસિઝર શું હશે. અમે કમીશનનો રિપોર્ટ માંગ્યો હતો. વિપક્ષે ઓર્ડર 711ની સુનાવણી પહેલા કરવામાં આવે. જ્યારે અમે ઓર્ડર 26ને 711 સાથે વાંચવાની માંગ કરી હતી. તો વિપક્ષની ઈચ્છા હતા કે તેને અલગથી વાંચવામાં આવે.
હવે આવતી કાલે સુનાવણી
કોર્ટે તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે બપોરે 2 કલાક સુધી ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. આ કેસમાં અન્ય પૂરક અરજીઓ પર પણ કોર્ટે મંગળવારે વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે કોર્ટ જણાવશે કે આ મામલાની સુનાવણીની પ્રક્રિયા શું હશે. આ સિવાય સુનાવણીની આગામી તારીખ વિશે પણ માહિતી આપવામાં આવશે. હિન્દુ પક્ષે કોર્ટ પાસે કમીશનનો રિપોર્ટ, ફોટો અને વીડિયોની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો મામલો
અત્રે જણાવવાનું કે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં કોર્ટે પોતાના ઓર્ડરમાં પહેલો પોઈન્ટ જ એ રજૂ કર્યો હતો કે પ્રાથમિકતાના આધારે જિલ્લા જજ નિર્ણય કરે કે આ કેસ આગળ ચલાવવા યોગ્ય છે કે નહીં અને ત્યારબાદ હવે સુનાવણીની દિશા પણ નક્કી થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ પક્ષકારોને કોર્ટમાં પહોંચવાનું કહેવાયું હતું. અત્રે જણાવવાનું કે વારાણસીની જિલ્લા કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ વધુ એક શિવલિંગ મળ્યાનો પણ દાવો કરાયો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિવિલ કોર્ટે શનિવારે જ્ઞાનવાપી મામલા સંલગ્ન તમામ ફાઈલો અને દસ્તાવેજ ડિસ્ટ્રિક્ટ કોર્ટને સોંપી દીધા હતા. અત્રે જણાવવાનું કે ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેશા ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વારાણસી છે. જે હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાવણી કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube