Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે પૂર્ણ થયું. આ દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા મોટો દાવો કરાયો છે. તેમના દાવા મુજબ બાબા (શિવલિંગ) મળી ગયા છે. જે વિચાર્યું તેના કરતા વધુ પ્રમાણ મળી આવ્યા છે. અત્રે જણાવવાનું કે આજે સરવેનું કામ પૂરું થયું છે અને હવે કાલ સુધીમાં કોર્ટમાં આ સરવેનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ પક્ષનો મોટો દાવો
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષના સભ્ય સોહનલાલે સરવે બાદ મોટો દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેટલું વિચાર્યું હતું તેના કરતા વધુ પુરાવા મળી આવ્યા છે. ત્યાં મળેલા પુરાવાને જોઈને લોકો નાચવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે જેની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા તેઓ મળી ગયા. દાવા મુજબ જ્ઞાનવાપી મસ્જિદમાં જે તળાવરૂપી કૂવો છે તેમાંથી આ શિવલિંગ મળ્યું છે. ત્યારબાદ ત્યાં 'હર હર મહાદેવ'ના નારા પણ લાગ્યા હતાં. હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે અમે જે દાવો પ્રસ્તુત  કર્યો હતો તમામ પુરાવા અમારા પક્ષમાં છે. તળાવમાંથી પાણી હટાવવામાં આવ્યું હતું જે અંગે અમે કહ્યું કે હતું. તમે  એ સમજી લો કે બાબા આજે પ્રગટ થઈ ગયા છે. આપણને દર્શન આપી દીધા છે એવું સમજી લો. આગળની કાર્યવાહી કોર્ટ કરશે. હિન્દુ પક્ષા વકીલ વિષ્ણુ જૈને  એમપણ કહ્યું હતું કે કૂવાની અંદરથી સરવે દરમિયાન શિવલિંગ મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે તે શિવલિંગનું પ્રોટેક્શન લેવા માટે સિવિલ કોર્ટ જઈ રહ્યા છીએ.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube