Gyanvapi Masjid: સદીઓ પહેલા મુઘલ આક્રમણકારોએ મંદિરો તોડીને મસ્જિદ બનાવી હતી. આ મુદ્દો હવે જોરશોરથી ચગ્યો છે. મથુરા અને કાશી એ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર છે. જ્યાં મહત્વના મંદિરો તોડીને મસ્જિદો બનાવેલી હોવાનો દાવો છે. જેને હવે પાછી મેળવવા હિન્દુ પક્ષ કાયદાની લડત લડી રહ્યા છે. કોર્ટમાં અરજીઓ પણ દાખલ થઈ છે. અહીં હવે મહત્વનું એ જોવા મળી રહ્યું છે કે મુસ્લિમ ઉલેમાઓ અને ઈતિહાસકારો પણ આ મહત્વના મુદ્દે ચૂપ્પી તોડીને રજૂઆત કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો તેમણે સ્વીકાર કર્યો. સાથે કહ્યું કે મથુરાના મંદિરને જહાંગીરના શાસન સમયે રાજાવીર સિંહ બુંદેલાએ બનાવડાવ્યું હતું. એ વાતમાં તો કોઈ શક નથી કે બંને મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા. અહીં તેમણે મહત્વપૂર્ણ રીતે એ પણ કહ્યું કે આમ છતાં હવે તેમને છેડવા જોઈએ નહીં. ઈરફાન હબીબે સ્પષ્ટપણે કહ્યું કે જે ચીન સન 1670માં બની હોય તેને શું તોડી શકાય? જો આમ કરવામાં આવે તો તે સ્મારક એક્ટ વિરુદ્ધ થશે. 


જાણીતા ઇતિહાસકાર હબીબ પણ કહે છે કે ઔરંગઝેબને મંદિરો ગમતા નહતા અને તેમના આદેશ ઉપર જ કાશી મથુરાના મંદિરો તોડવામાં આવ્યા હતા. બનારસનું મંદિર કેટલું જૂનું છે તે અંગે કહી શકાતું નથી. પરંતુ મથુરાનું જે શ્રીકૃષ્ણ જન્મસ્થળ કહેવાય છે તેને તો જહાંગીરના સમયમાં બનાવડાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યાં મુજબ ઔરંગઝેબે મંદિરો તોડીને કહ્યું હતું કે તે મંદિરો બનવા દેશે નહીં જો કે એ પણ સત્ય છે કે મુઘલકાળમાં અનેક મંદિર બન્યા છે. પરંતુ કાશી મથુરામાં તે નષ્ટ કરાયા. 


અયોધ્યા મુદ્દે તેમણે કહ્યું કે 1992માં અયોધ્યામાં મસ્જિદ તોડી નખાઈ તે ઘટના વિશે ભલે ગમે તે કહો પરંતુ તેનાથી મંદિર બનવાનો રસ્તો ખુલ્યો. જ્ઞાનવાપીમાં હિન્દુ પક્ષ દ્વારા વુઝુખાનામાં શિવલિંગ મળ્યાના દાવા પર તેમણે કહ્યું કે શિવલિંગ મળ્યાની વાતો થઈ રહી છે પરંતુ દાખલ કરાયેલી અરજીમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. શિવલિંગ બનાવવાનો એક કાયદો હોય છે. દરેકને શિવલિંગ ગણાવી શકાય નહીં. તેમના કહેવા મુજબ શિવલિંગને હવે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરો તોડવામાં આવતા ત્યારે તેના કાટમાળના ઉપયોગથી મસ્જિદ બનાવવામાં આવતી. પહેલાની અનેક મસ્જિદોમાં હિન્દુ પ્રતિકોના પથ્થર વપરાયા હતા. 


તેમણે એમ પણ કહ્યું કે અનેક મંદિરો એવા પણ મળી આવશે જેમાં તમને બૌદ્ધ ધર્મ સંલગ્ન નિશાનીઓવાળા પથ્થર મળશે. મુસ્લિમ નિશાનીઓનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ચિત્તોડમાં રાણાકુંભાનો ચારમિનાર છે તેમાં તમને એક પથ્થર પર અરબી ભાષામાં અલ્લાહ લખેલું દેખાશે પરંતુ તેને તમે મસ્જિદ કહી ન શકો. તેમના મતે તો કાશી અને મથુરાની મસ્જિદોને મંદિરો ગણાવવાની માંગણી મુર્ખતા છે. પછી મુસ્લિમો પણ આવી માંગણી કરશે તો સરકાર શું તેમને આપશે?


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube