વારાણસીઃ ઉત્તરપ્રદેશના વારાસણીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે આખરે લાંબા વિવાદ બાદ શનિવારે શરૂ થઈ ગયો છે. પ્રથમ દિવસે સર્વેમાં 51 લોકોની ટીમે મસ્જિદની અંદર ત્રણ ભોંયરાઓમાં ચાર કલાક સુધી સર્ચ કર્યુ હતું. અધિકારીઓએ કહ્યું કે, જડબેસલાક સુરક્ષા વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનું વીડિયોગ્રાફી સર્વેક્ષણ શાંતિપૂર્ણ રીતે થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ ચાલુ રહેશે સર્વે
શનિવારે સર્વે ખતમ કર્યા બાદ અધિકારીઓએ કહ્યું કે રવિવારે પણ સર્ચે યથાવત રહેશે. આ સર્વેને કારણે મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વીડિયોગ્રાફી સર્વે શરૂ થતા મસ્જિદની આસપાસ 500 મીટરની અંદર તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. 


બંને પક્ષોએ કર્યા પોત-પોતાના દાવા
સર્વેને જોતા કાશી વિશ્વનાથ મંદિર અને મસ્જિદ તરફ જતા રસ્તાને પોલીસે બંધ કરી દીધા હતા. મૈદાગિન અને ગૌદૌલિયા ક્ષેત્ર વચ્ચે રસ્તા પર ચાલીને જવાની મંજૂરી પણ આપવામાં આવી નહીં. શનિવારે સર્વે બાદ હિન્દુ પક્ષના લોકોએ કહ્યુ કે, મસ્જિદના સર્વેમાં કલ્પના કરતા પણ વધુ પૂરાવા મળ્યા છે. તો મુસ્લિમ પક્ષનો દાવો છે કે સર્વેમાં કંઈ હાથ લાગ્યું નથી. 


આ પણ વાંચોઃ કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રસ્તાવ- ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળો પર ન જાય મોટા નેતા  


શું થયું આજે
સવારે 7.31 મિનિટઃ કોર્ટ કમિશનરની પ્રથમ ટીમ પોતાના દળ અને સુરક્ષા વચ્ચે મૈદાગિન ચાર રસ્તા તરફથી મસ્જિદ પરિસરમાં દાખલ થઈ. 


સવારે 7.34 કલાકેઃ કોર્ટ કમિશરની બીજી ટીમ, જેમાં વકીલ વિશાલ પ્રતાપ સિંહ છે. તે પોતાની ટીમ સાથે સુરક્ષા વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં દાખલ થયા. 


સવારે 8.3 કલાકેઃ કોર્ટ કમિશનર્સ અને પ્રદેશ સરકારના પ્રતિનિધિ વકીલ, બંને પક્ષના લોકો વીડિયો અને સ્ટિલ ફોટોગ્રાફી કરનારી ટીમ, પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને ડોક્ટરની હાજરીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વીડિયોગ્રાફીનું કામ શરૂ કર્યું. 


8.15 કલાકેઃ વારાણસીના પોલીસ કમિશનરે ટીમ સાથે જ્ઞાનવાપીમાં થઈ રહેલા સર્વેનું નિરીક્ષણ કર્યું. 


સવારે 9.9 કલાકેઃ પ્રથમ ભોંયરામાં વીડિયોગ્રાફીનું કામ પૂરુ થયું. 


સવારે 9.17 કલાકેઃ બીજુ ભોંયરુ ખોલવામાં આવ્યું અને અહીં વીડિયોગ્રાફીનું કામ શરૂ થયું. 


સવારે 10.21 કલાકેઃ બીજા ભોંયરામાં વીડિયોગ્રાફીનું કામ પૂરુ થયું. 


સવારે 11.48 કલાકેઃ શનિવારે સર્વે પૂરો કરી કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર્સની ટીમો મસ્જિદથી ચોક પોલીસ સ્ટેસન પહોંચી. 


સવારે 11.54 કલાકેઃ કોર્ટ કમિશનર્સની ટીમ વીડિયોગ્રાફી કરનારી ટીમ સાથે રવાના થઈ.


રવિવારે પણ થશે સર્ચે
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વે-વીડિયોગ્રાફીનું કાર્ય રવિવારે પણ જારી રહેશે. વારાણસીના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યુ કે આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શનિવારે મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી કરવામાં આવી અને 50 ટકા સર્વેનું કામ  પૂરુ થઈ ગયું. હવે રવિવારે સર્વે કરવામાં આવશે. સરકાર તરફથી પક્ષકાર રાજ્ય સરકાર, જિલ્લાધિકારી વારાણસી, પોલીસ કમિશનર, કાશી વિશ્વનાત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube