બેંગ્લુરૂ : જદ(એસ) સુપ્રીમો એચડી દેવગૌડાએ શુક્રવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં તેમની તથા તેમની પાર્ટીનો પરાજયનાં કારણે તેમને ગરિમાને નુકસાન પહોંચ્યું છે. તેમનાં રાજનીતિક જીવન પર વિરામ લાગવાનો દાવો કરનારા લોકોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું કે, શુન્યથી તેમનો ઉદય થશે. પૂર્વ વડાપ્રધાન ગૌડા અને તેમનાં પ્રપૌત્ર નિખિલને હાલમાં જ લોકસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ કર્ણાટકણી 28 સીટોમાંથી 25 સીટો પર જીત પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી 9 જુનથી શ્રીલંકા યાત્રા પર, વિસ્ફોટ થયો તે સ્થળે પણ જશે
દેવગૌડાએ કહ્યું કે, પાર્ટીની હાર સારા માટે થઇ છે. દેવગોડાએ પોતાનાં કાર્યકર્તાઓને કહ્યું કે, એક પ્રકારે મને પરાજય પર ગર્વ છે. આ મુદ્દે આપણે તે સમજવાની મદદ મળશે કે અમારા પર શું પ્રહાર થયો અને અમે તેને કઇ રીતે પહોંચી શકીએ છીએ. તેમણે પોતાનાં ટીકાકારોને કહ્યું કે, તેઓ કહે છે કે દેવગોડા ચૂંટણી હારી ગયા અને તેઓ ઘરે બેસશે. નહી, મારા શબ્દોની ગાંઠ બાંધી લો. મારામાં ધુળમાંથી ઉઠવાની ક્ષમતા અને નૈતિક સાહસ છે. 


અલીગઢ: માસુમની જધન્ય હત્યા, પીડિતાની માંએ PM મોદી અને યોગીને કરી અપીલ
MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા
ગૌડાનાં બીજા પ્રપૌત્ર રેવ્નાને હાસન સીટ પરથી જીત પ્રાપ્ત કરી. રાજ્યમાં દેવગોડાની સહયોગી પાર્ટી કોંગ્રેસને પણ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. દેવગોડાએ હાલમાં જ આયોજીત શહેરી સ્થાનીક નિગમ ચૂંટણીમાં જીતનાર જદ(એસઃનાં નેતાઓને સંબોધિત કરતા અંગત રીતે પરાજય બાદ મારી ગરિમાને નુકસાન પહોંચ્યું છે. હું પાર્ટીને પુનર્ગઠીત કરીશ. 


ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટકનાં પ્રભારી પી.મુરલીધરન રાવે બુધવારે દેવગૌડાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, જનતાએ તેમના બોરિયા બિસ્તર બાંધી દીધા છે. જેના અનુસંધાને પ્રતિક્રિયા આપતા દેવગોડાએ નિવેદન આપ્યું હતું.