ભારતના આ રેલવે સ્ટેશન પર પહોંચતા તમને જર્મનીમાં હોવાનો અહેસાસ થશે
સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોના પુનવિકાસનો કાર્યક્રમ ચાલુ છે. જેને સંદર્ભે મધ્યપ્રદેશના હબીબગંજ રેલવે સ્ટેશનનું કામ સૌથી પહેલા પૂરુ થવાનું છે. આ કામ પૂરુ થતા જ તે દેશનું પહેલું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બની જશે
સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોના પુનવિકાસનો કાર્યક્રમ ચાલુ છે. જેને સંદર્ભે મધ્યપ્રદેશના હબીબગંજ રેલવે સ્ટેશનનું કામ સૌથી પહેલા પૂરુ થવાનું છે. આ કામ પૂરુ થતા જ તે દેશનું પહેલું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બની જશે. ગત દિવસોમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે અહીંના વિકાસ કાર્યોનું નિરીક્ષણ લીધા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ધ ફાઈનાન્શિયલ એક્સપ્રેસની આ રિપોર્ટ અનુસાર, રેલવે સ્ટેશનોના પુનિવિકાસ કાર્યક્રમનો પ્રોજેક્ટ એરપોર્ટ એરિયાની જેમ વિકસિત કરવાનો છે, જેનાથી ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો ક્વોલિટી સમય વિતાવી શકે. એરપોર્ટ એરિયામાં ફ્લાઈટની રાહ જોતા દરમિયાન જે રીતે આજુબાજુ રિટેઈલ શોપ હોય છે, તે જ રીતે આ સ્ટેશનોનો વિકાસ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવામાં વર્લ્ડ ક્લાસ સ્ટેશનની જેમ બની રહેલા હબીબગંજ સ્ટેશન વિશે જોડાયેલી રોચક માહિતી જાણીએ.
1. હબીબગંજ સ્ટેશન દેશનું પહેલું એવું સ્ટેશન છે, જેનું પુનનિર્માણ જર્મનીના હીડલબર્ગ રેલવે સ્ટેશનની જેમ થઈ રહ્યું છે. વિકસિત થયા બાદ તે કાચના ગુંબજની જેવી સંરચનાના આકારમાં જોવા મળશે.
2. પુનવિકાસ થવા પર રેલવે સ્ટેશન એલઈડી લાઈટની સાથે ગ્રીન બિલ્ડીંગની જેમ દેખાશે. અહીંના વેસ્ટ વોટરનું પુનઉપયોગ કરવામાં આવશે.
3. નવા સ્ટેશનમાં કાફેટેરિયા અને ફૂડ પ્લાઝા હશે. આ સાથે જ પેસેન્જર્સ માટે ભવ્ય વેઈટિંગ રૂમ હશે.
4. દરેક પ્લેટફોર્મ પરથી બહાર નીકળવા માટે એક એક્ઝિટ અંડરપાસ હશે. તેનાથી પેસેન્જર ટ્રેનથી ઉતરીને સીધા મુખ્ય ગેટની બહાર નીકળી જશો.
5. હબીબગંજ દેશનો પહેલો સ્ટેશન હશે, જે પીપીપી (પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડલ પર આધારિત હશે. તેનું પુનનિર્માણ ઈન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈઆરએસડીસી) અને એક પ્રાઈવેટ ફર્મ ધ બંસલ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સ્ટેશનની બહાર પશ્ચિમની તરફ બસ ટર્મિનલ, ઓફિસ લોબી અને સર્વિસ એપાર્ટમેન્ટ્સ હશે. તો પૂર્વીય સાઈડમાં હોટલ, હોસ્પિટલ અને કન્વેન્શન સેન્ટર હશે. હબીબગંજ રેલવે સ્ટેશનના પુનનિર્માણ સાથે જોડાયેલ પ્રોજેક્ટમાં 450 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ પુનવિકાસમાં આવશે અને 350 કરોડ રૂપિયાથી કમર્શિયલ વિકાસ થશે.