કોરોના વાયરસ વિશે સર્ચ કરવામાં ભૂલભૂલમાં તમે આ ભૂલ તો નથી કરી બેસતા ને... ??? નહિ તો પડશે ભારે
કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં દહેશતનું કારણ બની ગયું છે. તેને પગલે અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનથી શરૂ થયેલા આ વાયરલ હવે અનેક દેશો સુધી પહોંચી ચૂક્યો છે. તેનાથી બચવા માટે લોકો ઈન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના ઉપાય શોધી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસથી હવે તમારે સૌથી વધુ હેકર્સથી ડરવાની જરૂર છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં દહેશતનું કારણ બની ગયું છે. તેને પગલે અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનથી શરૂ થયેલા આ વાયરલ હવે અનેક દેશો સુધી પહોંચી ચૂક્યો છે. તેનાથી બચવા માટે લોકો ઈન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના ઉપાય શોધી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસથી હવે તમારે સૌથી વધુ હેકર્સથી ડરવાની જરૂર છે.
સાયબર સિક્યોરિટી ફર્મ કૈસ્પરસ્કાય (Kaspersky) ના એક રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના ડરનો સૌથી વધુ ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યાં છે. આ હેકર્સની નજર એ લોકો પર છે, જેઓ આ ખતરનાક વાયરસના લક્ષણ અને તેનાથી બચવાની રીતે ઈન્ટરનેટ પર શોધી રહ્યાં છે.
શું ભારતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓને ચીનમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો? વિદેશ મંત્રીએ આપ્યો આ જવાબ...
પર્સનલ ડેટા ચોરી રહ્યાં છે
કૈસ્પરસ્કાયના શોધ કરનારાઓના અનુસાર, લોકો આ વાયરસ સંબંધિત માહિતી અને સેફ્ટી ટિપ્સના નામે સાબરબ અપરાધીઓ ખતરનાર ફાઈલો યુઝર્સના કમ્પ્યૂટર સુધી પહોંચીને પર્સનલ ડેટા ચોરી રહ્યાં છે. રિસર્ચ કરનારાઓનો કોરોના વાયરસના પીડીએફ, એમપી4 અને ડોક્સ ફાઈલમાં છુપાયેલી તમામ ફાઈલ મળી છે.
હેકર્સ કરે છે આ દાવો
હેકર્સ દ્વારા મોકલવામાં આવેલી ફાઈલોમાં દાવો કરવામાં આવે છે કે, આ ફાઈલ્સમાં વાયરસથી બચવા માટે વીડિયો નિર્દેશ આપવામાં આવે છે. આ સાથે જ તેમા કોરોના વાયરસને લઈને લેટેસ્ટ અપડેટ અને તેની ઓળખ કરવાની રીતો બતાવવામા આવી છે. Kaspersky ના માલવેયર એનાલિસ્ટ એન્ટોન ઈવાનોવે જણાવ્યું કે, અમે એવી 10 ફાઈલ શોધી લીધી છે, જેમાં બહુ જ ખતરનાક ટ્રોજન વાયરસ હતા. તે યૂઝરના ડેટાને નુકશાન પહોંચાડવા, બ્લોક કરવા, મોડીફાઈડ કરવા અને કોપી કરવા સહિત કમ્પ્યૂટર નેટવર્ક અન ઓપરેશનમાં બદલાવ કરી શકે છે.
અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો
અજાણી લિંક પર ક્લિક ન કરો
Kaspersky એ રિપોર્ટમાં આ સાથે જ ચેતવણી પણ આપી છે કે, આ ફાઈલોથી બચવા માટે યૂઝર ધ્યાન રાખે કે કોઈ અજાણી કે સંવેદનશીલ લિંક પર ક્લિક ન કરો. તેનાથી બચવા માટે લિંકની ફાઈલ એક્સટેન્શન પર ધ્યાન રાખો. તેમણે આગળ જણાવ્યું કે, ડોક્યુમેન્ટ્સ કે વીડિયોમાં ક્યારેય પણ .exe या .lnk ફોર્મેટ પણ નથી હોતી. આ પ્રકારની લિંક ન ખોલો.
અબ કી બાર કિસકી બારી, યોગી સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં...
WHOની વેબસાઈટ પર જાઓ
કોરોના વાયરસ વિશે જાણકારી લેવા માટે સીધુ જ WHOની વેબસાઈટ પર જાઓ. તેમાં વાયરસના પ્રકોપ, ખુદને તેનાથી સુરક્ષિત રાખવાની રીત, ન્યૂઝ, રિસોર્સ સહિત WHO ના ટ્વિટર પર આપવામાં આવતી લાઈવ અપડેટ્સ પણ સામેલ છે. તેનાથી ન માત્ર લોકોને કોરોના વાયરસ વિશે યોગ્ય માહિતી મળે છે, પણ તને ખોટી લિંક અથવા અફવાઓથી પણ દૂર રહી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...