તિરુવનંતપુરમ : કેરળના અડધા કરતા પણ વધારે હિસ્સમાં ભીષણ પુરના કારણે બંધ, જળાશય અને નદીઓ બેકાંઠે વહી રહી છે. કેટલાક સ્થળો પર રાજમાર્ગ પણ ધ્વસ્ત થઇ ચુક્યા છે. અનેક ઘર પાણીમાં વહી ગયા છે. ગત્ત ઘણા દિવસોથી સતત થઇ રહેલા વરસાદના કારણે આશરે 54 હજાર લોકો બેઘર થઇ ગયા છે અને ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરથી મહત્તમ પ્રભાવિત રાજ્યના કુલ 14 જિલ્લાઓમાંથી સાત ઉત્તરી જિલ્લામાં થલસેનાની પાંચ ટુકડીઓ ફરજંદ કરાઇ છે જેથી સુરક્ષીત સ્થળો પર લઇ જવા અને અસ્થાઇ પુલોના નિર્માણમાં મદદ મળે. પેરિયાર નદીનું જળ સ્તર વધ્યા બાદ ભારતીય નૌસેનાની દક્ષિણી કમાન એલર્ટ પર રખાઇ છે. આશંકા છે કે કોચ્ચિ ખાતે વેલિંગડન દ્વીપના કેટલાક હિસ્સાઓ સમગ્ર રીતે જળમગ્ન થઇ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યની લગભગ તમામ 40 નદિઓ ગાંડીતુર થઇને વહી રહી છે. 

ઉત્તર અને મધ્ય કેરળ વધારે પ્રભાવિત
ગત્ત 8 ઓગષ્ટથી જ રહેલા ભારે મોનસુન વરસાદના કારણે ઉત્તરી અને મધ્ય કેરળ વધારે પ્રભાવિત છે. વરસાદના કારણે કુલ 29 લોકોનાં મોત થઇ છે જેમાં ત્રણના મોત આજે થયા. તેમાંથી 25ના મોત ભુસ્ખલનમાં થઇ તથા ચારના મોત ડુબવાથી થયા. કેરળના અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના 439 રાહત શિબિરોમાં કુલ 53,501 લોકોને રાખવામાં આવ્યા છે. 

કેટલાક સ્થળો પર માર્ગ ઘસી પડવાના કારણે પર્યટકોના પર્વતીય ઇડુક્કી જિલ્લામાં દાખલ થતા રોકવામાં આવ્યા. કોઝીકોડી અને વાયનાડમાં અલગ અલગ સ્થળો પર ફસાયેલા લોકોને બચાવવા માટે થલસેના જવાન પુલ બનાવી રહી છે. ઇડુક્કી જળાશયમાંથી હજી પણ મોટા પ્રમાણમાં પાણી આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેના પગલે હાલ સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. 

કેરળના પર્યટન મંત્રી કે.સુરેન્દ્રે જણાવ્યું કે, 24 વિદેશીઓ સહિત ઓછામાં ઓછા 50 પર્યટકો બુધવારથી જ મન્નારના પ્લમ જૂડી રિસોર્ટમાં ફસાયેલા છે અને તેમને ત્યાંથી બહાર કાઢીને સુરક્ષીત સ્થળ પર ખસેડી લેવામાં આવ્યા છે. કોચ્ચિની પેરિયાર નદી અને કિનારે રહેલા લોકોને સુરક્ષીત સ્થળે ખસી જવા માટેની ચેતવણી આપવામાં આવી છે.