નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી માટે સમગ્ર દેશ બપોરથી જ રાહ જોઇ રહ્યો હતો. બપોરે આશરે 3 વાગ્યે સમાચાર આવ્યા કે વિંગ કમાન્ડર ભારત-પાકિસ્તાન સીમા પર આવેલ વાઘા-અટારી બોર્ડર પર પહોંચી ચુક્યા છે, પરંતુ તેમને રાત્રે આઠ વાગ્યા સુધી ભારતને સોંપવામા આવ્યા નહોતા. આખરે 9 વાગ્યે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પહેલી ઝલક જોવા મળી હતી. જો કે ભારતને અભિનંદનની સોંપણી બાદ હવે તેમની સ્વાસ્થય તપાસ થશે. તે દરમિયાન જો કોઇ પણ પ્રકારની ગડબડ સામે આવે છે તો તેને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત ઉઠાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનની સોંપણીમાં શા માટે કલાકોનું મોડુ કર્યું...


સોંપણી પહેલા બંન્ને દેશનાં અધિકારીઓ સામ સામે બેસીને નિશ્ચય કરે છે કે દુશ્મન દેશ પાસે રહેલ અધિકારીને કઇ બોર્ડરથી ભારતીય સેનાને સુપુર્દ કરવામાં આવશે. આ બેઠકમાં સોંપણીની તમામ શરતો અંગે પણ ચર્ચા થાય છે. આ બેઠક બાદ સામેનો દેશ કસ્ટડીમાં રહેલ સૈન્ય અધિકારીઓને રેડક્રોસને સોંપે છે. જેનાથી તેની સંપુર્ણ શારીરિક તપાસ પુર્ણ થઇ શકે. જો કે આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, દુશમન સેનાની કસ્ટડીમાં હાજર સૈન્ય અધિકારીને રેડક્રોસ સોંપવામાં આવશે કે નહી, તે બંન્ને દેશની સંમતી પર નિર્ભર હોય છે. જો બંન્ને દેશ સીધી સોંપણી પર તૈયાર થાય તો રેડક્રોસ સોંપવાની જરૂર નથી. 


"અભિનંદન" 60 કલાક બાદ ઘરવાપસી, શું બોલ્યા વડાપ્રધાન મોદી ?


આ સ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મંચ પર જઇ શકે છે ભારત
સૈન્ય અધિકારીઓ દ્વારા અભિનંદનની ડી બ્રીફિંગ કરવામાં આવશે. તે દરમિયાન અભિનંદનને પાકિસ્તાનમાં પસાર કરેલ દરેકે દરેક પળની માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે. ઉપરાંત તેની પુછપરછ કઇ કઇ એજન્સી દ્વારા કરવામાં આવી. પુછપરછ દરમિયાન તેમને શું પુછવામાં આવ્યું અને તેનાં તેમણે શું જવાબ આપ્યા વગેરેનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવશે. પુછપરછ દરમિયાન કંઇ પણ વિવાદાસ્પદ બાબત સામે આવે છે તો ભારત પોતાનો વિરોધ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવી શકે છે.


ભારતના સિંહે દેશમાં પ્રથમ પગ મુકતાની સાથે જ આપ્યું આવુ રિએક્શન


રેડક્રોસ કરશે સતામણીની તપાસ
અજય દાસના અનુસાર દુશ્મન દેશ એક બીજા પર વિશ્વાસ નથી કરતા, જેથી કસ્ટડીમાં રહેલા સૈન્ય અધિકારીને આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસને સોંપવામાં આવે છે. જેનાથી કસ્ટડીમાં રહેલ સૈન્ય અધિકારીની નિષ્પક્ષ પદ્ધતીથી તપાસ થઇ શકે.રેડક્રોસ પોતાની તપાસમાં તે સુનિશ્ચિત કરે છે કે દુશ્મન દેશની સેનાની કસ્ટડી દરમિયાન તેને પ્રતાડિત (શારીરિક/માનસિક) કરવામાં આવ્યો છે કેમ ? 


પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

દુશ્મન દેશની સેનાએ પુછપરછ માટે કસ્ટડીમાં રહેલ જવાનનો કોઇ પ્રકારનું ડ્રગ આપ્યું હતું. તે ઉપરાંત તેની સાથે કોઇ પણ પ્રકારનો શારીરિક કે માનસિક યાતનાઓ અપાઇ હતી ? પોતાની તપાસ પુર્ણ કર્યા બાદ રેડક્રોસ પોતાનો વિસ્તૃત રિપોર્ટ બનાવીને બંન્ને દેશનાં પ્રતિનિધિઓને સોંપે છે. ત્યાર બાદ સૈન્ય અધિકારીને તેને દેશને સુપુર્દ કરવામાં આવે છે.