hanunted plance in delhi : ભૂતનું નામ આવે એટલે ભલભલાના હાંજા ગગડી જાય. હાલ દિલ્હીમાં ફરતી ચુડેલનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તો રિયલમાં ચુડેલ જોઈને ગભરાઈ ગયા હતા. લોકોને પરસેવો છૂટી ગયો હતો. લોકો ચુડેલ જોઈને એવા ડરી ગયા હતા કે લોકોને ઊંઘ પણ આવી ન હતી. શું છે આ વીડિયોની હકીકત જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોલિવુડની ફેમસ ધ નન ફિલ્મમાં ભૂતનો લુક તો તમને યાદ હશે. ત્યારે દિલ્હીમાં જ ધ નનના લુકની એક યુવતી રસ્તા પર ફરતી દેખાઈ હતી. આ યુવતી દિલ્હીના રસ્તા પર બિન્દાસ્ત ફરી હતી. ભયાનક ચહેરાવાળી આ યુવતીને લોકોએ ચુડેલ ગણાવી હતી. તેના વીડિયો પણ સામે આવ્યા છે. જેને જોઈને તમે પણ ડરી જશો.


આખાબોલા રામ મોકરિયા : પોસ્ટ હોય કે પત્ર, એવું બોલે છે કે સરકાર પણ હચમચી જાય છે


પરંતુ આ વાયરલ વીડિયો અને આ યુવતીની હકીકત કંઈક અલગ જ હતી. આ ડરાવની ચુડેલે લોકોને બાદમાં હસાવ્યા હતા. હકીકતમાં, આ કોઈ ચુડેલ ન હતી. ફેમસ મેકઅપ આર્ટિસ્ટ ઈજા સેતિયાએ રિયાલિસ્ટિક મેકઅપ દ્વારા ધ નનનો લુક કર્યો હતો. પોતાના ડરાવના લુક પર દિલ્હીના લોકોનું રિએક્શન જાણવા તેઓ મોડી સાંજે અંધારાના સમયે રસ્તા પર નીકળી પડી હતી. જેમા અનેક લોકો તેનો લુક જોઈને ડરી ગયા હતા. 



 


દિવાળી સુધરી! CMO અને ચાર મંત્રીઓના અંગત સ્ટાફને પ્રમોશન, 27 અધિકારીઓને લોટરી લાગી


તો નનનો આ લુક જોઈને દિલ્હીવાસીઓ જરૂરથી ડરી ગયા હતા. કેટલાક લોકો તેને જોઈને ભાગતા જોવા મળ્યા હતા. આ એક પ્રકારનો પ્રેન્ક બની રહ્યો હતો. પરંતુ હકીકત સામે આવતા લોકો હસતા પણ નજરે આવ્યા હતા. આ વીડિયો અનેક લોકોએ શેર કર્યો છે. આ રીતે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. લગભગ ત્રણ સપ્તાહમાં જ આ વીડિયોને લાખો વ્યૂ મલ્યા છે. 


વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, હે ભગવાન આજે સૌથી સારી વસ્તુ (delhi haunted place) મેં ઈન્ટરનેટ પર જોઈ. તો અન્ય એકે લખ્યું કે, હુ આ ભૂતને જોવા માગું છું. તો કોઈએ લખ્યુ કે, આ કમાલનું ટેલેન્ટ છે.  


અમદાવાદમાં સ્કૂલ બોર્ડ ચેરમેન અને ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો ITની ઝપેટમાં