એ ગુરુ મોંઘીદાટ બાઈક પર ફરે છે. એ ગુરુ ભક્તોની સાથે મન મુકીને નાચે છે. એ ગુરુ લેટેસ્ટ ગેજેટ્સ વાપરે છે. તેઓ માથા પર પાઘડી બાંધે છે અને ડિઝાઈનર ધોતી-કુર્તા પહેરે છે. એ ગુરુ લેટેસ્ટ ગોગલ્સ પહેરે છે. તો જીન્સ ટીશર્ટમાં પણ જોવા મળે છે. એ ગુરુ ધરતી બચાવવા માટે આખું ભારત ભ્રમણ કરે છે. તેઓ COOL ગુરુ છે. જેમને લોકો સદ્ગુરુ તરીકે ઓળખે છે. એક વેપારીથી સદ્ગુરુ સુધીની જગ્ગી વાસુદેવની સફર ખૂબ જ ખાસ રહી છે અને આજે તેમના જન્મદિવસ પર કરીશું આ ખાસ સફરની વાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદ્મ વિભૂષણ અને યોગ ગુરુ જગ્ગી વાસુદેવનો જન્મ મૈસૂરમાં ડૉ. વાસુદેવ અને સુશીલા વાસુદેવને ત્યાં થયો હતો. તેલુગુ ભાષી પરિવારમાં જન્મેલા જગ્ગી વાસુદેવ ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. તેમના ઘરની પાસે જંગલ હતું ત્યાં તેઓ અવાર નવાર જતા હતા. તેમને પ્રકૃતિની પાસે રહેવું સારું લાગતું હતું. ત્યારે જ તેમને પ્રકૃતિ સાથે અનન્ય લગાવ રહ્યો છે. અને એટલે જ તેમણે આ ધરતીને બચાવવા માટે ભારતભ્રમણ કર્યું હતું.


[[{"fid":"400805","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


માત્ર 11 વર્ષની ઉંમરથી જગ્ગી વાસુદેવે ધ્યાન કરવાનું શરૂ કરી દીધું હતું. જગ્ગી વાસુદેવે મૈસૂર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. જે બાદ તેમણે આગળનું ભણતર કરવાના બદલે વેપાર કરવાનું પસંદ કર્યું જેમાં તેઓ સફળ પણ થયા. પરંતુ નિયતિને કાંઈક અલગ જ મંજૂર હતું. આધ્યાત્મએ તેમનો પીછો ન છોડ્યો અને તેમના જીવનનો પર્યાય બની ગયો. 1999માં સદ્ગુરુએ ધ્યાન લિંગની પ્રતિષ્ઠા કરી. જે એક અનોખુ લિંગ છે.  અહીં માત્ર કેટલીક ક્ષણો બેસવાથી જ શાંતિનો અનુભવ થાય છે.


[[{"fid":"400806","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


જગ્ગી વાસુદેવે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. વેલિંગિરિ પર્વતના ખોળોમાં સ્થિત આ ફાઉન્ડેશન અનોખુ છે. ઈશા યોગ કેન્દ્ર જ્ઞાન, કર્મ,ક્રિયા અને ભક્તિને લોકો સુધી પહોંચાડવા માટે સમર્પિત છે. દર વર્ષે અહીં શિવરાત્રિ પર ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં બોલીવુડના સેલેબ્સની સાથે રાજકીય નેતાઓ પણ ભાગ લે છે. દેશ-વિદેશમાંથી હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવે છે. 


[[{"fid":"400807","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


જગ્ગી વાસુદેવને કૂલ ગુરુ તરીકે ઓળખામાં આવે છે. કારણ કે તેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. સદ્ગુરુને બાઈક્સ ખૂબ જ પસંદ છે. એટલે જ તેઓ અનેકવાર બાઈક પર રાઈડ કરતા જોવા મળે છે. સદ્ગુરુના ઉપદેશો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રચલિત છે અને યુવાનો તેમને ખૂબ જ પસંદ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube