નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં પ્રકાશનું પર્વ દિવાળી મનાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ભારત અને ચીનની સરહદ પર ઉત્તરકાશીમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર ફોર્સના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે પણ અરૂણાચલ પ્રદેશમાં ટોચ પર આવેલી ચોકીઓ પર જઈને સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી.


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભારત-પાક. સરહદ નડાબેટ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 


સંયુક્ત રાષ્ટ્રએ દિવાળીને યાદગાર બનાવવા માટે એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી અને તેના વડા મથકને હેપ્પી દિવાલીની રોશનીથી શણગાર્યું હતું. 




વડા પ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં દિવાળીના પ્રસંગે એક વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. 



મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનલને જુદા-જુદા રંગોમાં સજાવાયું હતું. રંગબેરંગી શિવાજી ટર્મિનસ અત્યંત સુંદર દેખાતું હતું. 



બંગાળમાં હુબલી નદી પર બનેલા હાવડા બ્રિજને દિવાળીના પ્રસંગે લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ હાવડા બ્રિજ પર દીવા પણ પ્રગટાવાયા હતા, જેના કારણે રાત્રે અત્યંત સુંદર મનોરમ્ય દૃશ્ય સર્જાયું હતું. 



અમૃતસરનું સુવર્ણ મંદિર પણ દીવાઓથી ઝગમગાઈ ગયું છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દિવાળી ઉજવવા પહોંચેલા છે.