નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર શરૂ થતાની સાથે જ ઘરમાં અનેક પ્રકારની કામગીરી શરૂ થઈ જાય છે. સાફ સફાઈથી માંડીને અવનવા નાસ્તા, મીઠાઈઓ બનાવવાની શરૂ થઈ જાય છે. કેટલીક મીઠાઈઓ એવી હોય છે, જે ઈચ્છવા છતાં કંદોઈ જેવી મીઠાઈઓ ઘરે નથી બનાવી શકતા. આજના આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે, આવી જ કેટલીક રેસિપી, જે તમારા દિવાળીના તહેવારોમાં મીઠાશ ઘોળી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસનની બરફી-
બેસનની બરફી બનાવવાની સામગ્રી
બે કપ બેસન, 1 કપ ખાંડ, 1/2 કપ પાણી, 1 કપ ઘી, ગાર્નિશ માટે બદામના ટુકડા


બેસન બરફી બનાવવાની રેસિપી-
સ્ટેપ 1- સૌ પ્રથમ ચણાના લોટને ઘીમાં ધીમી આંચ પર શેકી લો.
સ્ટેપ 2- જ્યારે ચણાનો લોટ બ્રાઉન થવા લાગે ત્યારે તેમાંથી ઘી નીકળવા લાગશે.
સ્ટેપ 3- બીજી પેનમાં ચાસણી બનાવવા માટે ત્યાં સુધી ખાંડ અને પાણીને ધીમી આંચ પર થવા દો.
સ્ટેપ 4- ખાંડ અને પાણી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો, જ્યારે તે તાર છોડવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો.
સ્ટેપ 5- હવે આ ચાસણીને શેકેલા ચણાના લોટમાં મિક્સ કરો. અને તેને સારી રીતે મિક્સ કરીને ઘીથી ગ્રીસ કરેલા વાસણમાં કાઢી લો. ઠંડુ કરવા માટે ફ્રિજમાં મૂકી દો. ઠંડુ થયા પછી તેને બરફીના શેપમાં કટ કરી લો.


દૂધની બરફી-
દૂધ બરફી માટેની સામગ્રી
દૂધનો પાવડર, કપ ખાંડ, દૂધ (ફુલ ક્રીમ), ઘી, પિસ્તા


દૂધ બરફી બનાવવાની સરળ રીત-
સ્ટેપ 1- એક બાઉલમાં મિલ્ક પાવડર, ખાંડ અને દૂધ મિક્સ કરો. આ મિશ્રણને એક નૉન-સ્ટીક પૅનમાં ઉમેરો. મિશ્રણમાં ઘી ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો.
સ્ટેપ 2- બરફીના આ મિશ્રણને એક ટ્રેમાં બેકિંગ પેપર પર ફેલાવો. તેને હળવેથી દબાવાને એકસમાન લેયરમાં સેટ કરો.
સ્ટેપ 3- થોડા સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો અને તેને ઢાંકીને એક કલાક માટે ઠંડુ થવા દો.
સ્ટેપ 4- બરફી સુકાઈ જાય પછી તેને ધારદાર છરી વડે આકારમાં કાપીને એરટાઈટ પાત્રમાં રાખો. આ મીઠાઈ ભાઈબીજ માટે સ્પેશિયલ રહેશે.