નવી દિલ્હી: હોલી (Holi 2020) રમવાની તૈયારી કરનાર લોકોને ખૂબ જલદી સાવધાની વર્તવાની જરૂર છે. કોરોના વાયરસ (Corona Virus)ના ચાઇનીઝ એક્સપર્ટ્સનું કહેવું છે કે હોળી બાદ કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યામાં એકદમ ઉછાળો આવી શકે છે. આશંકા છે કે હોળી દરમિયાન કોરોના વાયરસ ઝડપથી ફેલાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ચીનમાં 25 જાન્યુઆરી 2020ના રોજ ચાઇનીઝ ન્યૂ ઇયર ઉજવવા માટે લોકો જમા થયા છે. આ દરમિયાન તાપમાન કોરોના વાયરસ માટે યોગ્ય હતું, જોકે 30 ડિગ્રીથી નીચે હતું. ત્યારબાદ કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાયો હતો. ચાઇનાના જેટલા પણ લોકો સાથે વાત થઇ તેમણે આ વાતની પુષ્ટિ કરી કે તહેવાર ઉજવવા માટે લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ વાયરસના કેસ વધી ગયા. 


ચીનમાં આ વખતે માઉસ ઇયર શરૂ થયું છે જેને ચાઇનીઝ એસ્ટ્રોલોજીમાં ગોલ્ડન રેટ ઇયર કહે છે. આ વર્ષે પણ ન્યૂ ઇયર ઉજવવા માટે દુનિયાભરના ચાઇનીઝ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. ચીનમાં વર્ષનો સૌથી મોટો ફેમિલી રીયૂનિયન ચાઇનીઝ ન્યૂ ઇયર જ હોય છે. 


કોરોના ફેલાયો તે દરમિયાન ચાઇનમાં જ હતા અને પછી ભારત પરત ફરેલા અમિત દેશમુખ કહે છે કે 'તહેવાર ઉજવ્યા બાદ કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે અને, ન્યૂ ઇયર પર 1 મહિનાની રજા લઇએ છીએ લોકો અને પોતાના સારા માંગલિક કામ તે દરમિયાન કરે છે, પરંતુ આ વખતે એકબીજા સાથે હળેમળે છે તે દરમિયાન વાયરસ ફેલાઇ છે. 


તો બીજી તરફ ચાઇના સેન્ટર ઇન્ડીયા ગ્લોબલના ડાયરેક્ટર પ્રસૂન શર્મા કહે છે કે ''ચાઇનામાં તહેવાર દરમિયાન આ વખતે જે થયું તેનાથી ભારતે પાઠ શિખવો જોઇએ. હોળીમાં લોકો એકબીજાના શરીરની ખૂબ નજીક આવે છે, અને ચહેરા પર રંગ લગાવવા માટે હાથ લગાવે છે, જ્યારે કોરોના નાક અને આંખ સુધી આવતાં ફેલાઇ રહ્યો છે જ્યારે 2 ફૂટના અંતરે તે ફેલાવવાની સંભાવના ઓછી છે. એટલા માટે ભારતીયો આ વખતે ફક્ત દૂરથી હોળી ઉજવવી જોઇએ અથવ ફક્ત ઘરે બેસીને ફોન પર જ શુભેચ્છાઓ પાઠવવી જોઇએ. આ વખતે સૌથી સારી હોળી ત્યારે રહેશે જ્યારે તમે હોળી નહી રમો.'


એવામાં હોળી પર એકઠા થતાં આ વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે. તો બીજી તરફ WHO એ કહ્યું છે કે આ કોઇ ડ્રીલ નથી પરંતુ મહામારી ફેલાઇ છે અને તેને રોકવા માટે પબ્લિક પ્લેસ પર લોકોની ભીડ અટકાવવી સારો ઉપાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube