Happy Holi 2023: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશભરમાં 7 માર્ચે હોલિકા દહન અને 8 માર્ચે ધૂળેટીના ધામધૂમ પૂર્વક ઉજવણી થશે. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમની રાતથી જ શરૂ થઈ જાય છે. અને લોકો અનેક રિતરિવાજો મુજબ હોળીની ઉજવણી કરે છે.  હોળીની ઉજવણી કરતા સમયે વિવિધ રિવાજોનું ધ્યાન રાખવુ પડે છે. આ રિવાજોમાંથી એક રિવાજ એ પણ છે કે લગ્ન બાદ દુલ્હન પ્રથમ હોળી પોતાની સાસરીમાં નહીં પરંતુ પિયરમાં ઉજવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે. પરંતુ ઘણા ઓછા લોકો આ પ્રથા પાછળનું કારણ જાણતા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી માન્યતા છે સાસરીમાં પ્રથમ હોળી જોવી કે ધૂળેટીની ઉજવણી અશુભ છે. આ સિવાય પણ ઘણી માન્યતાઓ છે. જેવી કે સાસુ અને જમાઈ એક સાથે હોળીકા દહન જૂએ તો તેમના વચ્ચેના સંબંધો બગડી શકે છે. તો એવી પણ માન્યતા છે કે લગ્ન બાદની પ્રથમ હોળી જમાઈએ પોતાની સાસરીમાં જ ઉજવવી જોઈએ. કારણ કે આમ કરવાથી જમાઈના સંબંધ પત્નીના પિયર સાથે સારા બને છે. 


એવી પણ માન્યતા છે કે જમાઈ પોતાની પત્ની સાથે ઘાટ પર હોળીની ઉજવણી કરે તો તેમનું દામ્પત્ય જીવન સુખમય બની રહે છે. તો બીજુ કારણ એ પણ છે કે નવી નવી દુલ્હન પોતાની સાસરીમાં પ્રથમ હોળી નથી ઉજવતી. અને એ માટે પત્નીને હોળી કરવા માટે તેના પિયર મોકલવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ છોકરી લગ્ન પછી પહેલીવાર પિઅરની હોળી કરે તો સંતાનનું સૌભાગ્ય સારું રહે છે, સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ સારું બની રહે છે.