નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યુ કે, સરકાર કોરોના સંક્રમણ વિરુદ્ધ આગામી મહિનાથી નવી મુહિમની શરૂઆત કરવા જઈ રહી છે. 'ડોર-ટૂ-ડોર' (Door-to-Door) મુહિમ હેઠળ સ્વાસ્થ્યકર્મી ઘર-ઘર જઈને લોકોને રસી લગાવશે. આ દરમિયાન બીજા ડોઝથી વંચિત લોકોન સાથે અત્યાર સુધી રસી ન લેનારા લોકોને પણ રસી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, મુખ્ય રીતે ફોકસ દેશના તે 48 જિલ્લા પર કરવામાં આવશે, જ્યાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 50 ટકાથી ઓછી વસ્તીને કોરોના રસી લાગી છે. માંડવિયાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી છે. હાલમાં દેશે 100 કરોડ કોરોના વેક્સીનના ડોઝ લગાવવાની સફળતા હાસિલ કરી છે. પરંતુ દેશના ઘણા ભાગમાં રસીકરણની ગતિ ધીમી છે. તેનું કારણ લોકોમાં જાગરૂકતાની કમી, રસીને લઈને મનમાં શંકા અને ભૌગોલિક મુશ્કેલી સામેલ છે. 


Sameer Wankhede ની બહેને નવાબ મલિક વિરુદ્ધ ખોલ્યો મોર્ચો, આ મામલામાં FIR દાખલ કરવાની માંગ


બાળકોના રસીકરણ પર પણ ચર્ચા
સમીક્ષા બેઠક દરમિયાન બાળકોની કોરોના વેક્સીન પર ચર્ચા કરવામાં આવી. કોવિડ રસી નિર્માતા ભારતીય કંપની ભારત બાયોટેક બાળકો માટે કોવૈક્સીન વિકસિત કરી ચુકી છે. તેના આપાત ઉપયોગની ભલામણ વિષય નિષ્ણાંત સમિતિ કરી ચુકી છે. તેને ભારતીય દવા નિયામકની મંજૂરીની પ્રતિક્ષા છે. બાળકો માટે બીજી રસી ઝાયડસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમરજન્સી સ્થિતિમાં પ્રયોગ કરવાની કોવિડ રસીની યાદીમાં સામેલ કરી છે. માંડવિયાએ કહ્યુ કે, બંને રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે નિષ્ણાંત સમિતિનો અધિકાર છે. સરકાર આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ નહીં કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube