નવી દિલ્હી: ભારતીય વિદેશ સેવાના પૂર્વ અધિકારી હરદીપ સિંહ પૂરીને મોદી સરકારે બીજી વાર મંત્રી બનાવ્યા છે. ગત સરકારમાં પૂરી આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી(સ્વતંત્ર્ય પ્રભારી) હતા. મોદી સરકારના બીજા કાર્યકાળ માટે પણ તેમને ગુરુવારે રાજ્યમંત્રી તરીકે પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા હતા. વિદેશ સેવાના 1974ની બેચના અધિકારી રહેલા પૂરીનો જન્મ 15 ફેબ્રુઆપી 1952માં થયો હતો. તે વિદેશમાં મહત્વપૂર્ણ રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂરીને તમામ ઘર વિનાના લોકોને આવાસ યોજના, સ્માર્ટ સીટી પરિયોજના અને શહેરી ક્ષેત્રોમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ જેવી મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સફળતા પૂર્વક આગળ વધારવા માટે પુરસ્કાર સ્વરૂપે ફરી એક વાર મંત્રી મંડળમાં સ્થાન આપાવામાં આવ્યું છે. મોદી સરકારમાં 20174માં સામેલ કરવામાં આવેલા પૂરી ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય છે. પૂરીને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના રૂપમાં પંજાબના અમૃસર સંસદીય ક્ષેત્રમાં ચૂંટણી મંદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી જીતવામાં અસફળતા મળી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત ઔઝલા લગભગ એક લાખ વોટથી પરાજીત કર્યા હતા. ચૂંટણીમાં હાર મળ્યા છતા મોદી સરકારના મંત્રી મંડળમાં સુરક્ષિત સ્થાન મેળવનાર ભાજપના એકમાત્ર નેતા છે.


સરકાર કોઇ પણ હોય રામવિલાસ પાસવાન બને છે ‘મંત્રી’, 6 પીએમ સાથે કર્યું છે કામ



પૂરીએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ભાજપના નીતિઓની વખાણ કરતા જાન્યુઆપી 2014માં ભાજપની સભ્યતા ગ્રહણ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ નિરોધક મામલે પુરીએ વિશેષતાઓ પ્રાપ્ત કરી છે. તે ઓગસ્ટ 2011 અને નવેમ્બર 2012માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાથે જ 2011 થી ફેબ્રુઆરી 2013 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આંતકવાદ વિરોધી સમિતિના અધ્યક્ષ પદ પર પણ રહી ચૂક્યા છે.